Site icon

વિના કારણે હોર્ન વગાડનારા આટલા લોકોને મુંબઈ ટ્રાફિકે પોલીસે દંડયા. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈ(Mumbai)માં છેલ્લા 9 દિવસમાં વગર કારણ હોર્ન વગાડીને નોઇઝ પોલ્યુશન(noise Pollution) વધારનારા 200થી વધુ લોકોને ટ્રાફિક પોલીસ(Traffic Police) દ્વારા દંડવામાં આવ્યા છે, જેમાં 124થી વધુ મોટરસાયક્લિસ્ટોનો(motorcyclists) સમાવેશ થાય છે.

મુંબઈમાં ટ્રાફિકના નિયમોનું(Traffic Rules) ઉલ્લંઘન કરનારા તેમજ કન્સ્ટ્રકશન સાઈટ(Construction site) પર વગર કારણે નોઈઝ પોલ્યુશન કરનારા સામે આકરા પગલાં લેવાની મુંબઈ પોલીસ કમિશનર(police commissioner) સંજય પાંડે(Sanjay pandey) ચેતવણી આપી હતી. તે મુજબ હવે મુંબઈમાં ટ્રાફિક પોલીસે આકરા પગલા લેવાનું ચાલુ કરી દીધું છે.

આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈ એરપોર્ટ પર ડોમેસ્ટિકથી ઈન્ટરનેશનલ ટર્મિનલ જવા પ્રવાસીઓને મળશે આ સુવિધા. જાણો વિગતે

કારણ વગર હોર્ન વગાડનારો(Honkers) જો પહેલી વખત પકડાશે તો તેની પાસેથી 1,000 રૂપિયાનો દંડ વસૂલાશે એવી ચોખ્ખી ચેતવણી કમિશનરે આપી હતી. સતત બીજી વખત પકડાઈ જનારા પાસેથી 2,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

આ દરમિયાન ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ પાંચ એપ્રિલના 37 વાહનચાલક, છ એપ્રિલના 21, સાત એપ્રિલના 21, આઠ એપ્રિલના 24, નવ એપ્રિલના 24, 10 એપ્રિલના 13, 11 એપ્રિલના 112, 12 એપ્રિલના 34 અને 13 એપ્રિલના 25 કેસ હોંકિંગના નોંધાયા હતા.

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
Exit mobile version