Site icon

માટુંગા-ધારાવીના 21 દુકાનદારોને કોરોનામાં દુકાનો ખુલ્લી રાખવી અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સરળ કેદની સજા.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 નવેમ્બર 2020

કોરોના દરમ્યાન લોકડાઉન માં મેડીકલ ગાઈડલાઈનનું પાલન ના કરવા બદલ ધારાવીના દુકાનદારો દંડાયા છે. બાંદ્રાની મેજિસ્ટ્રેટ કોર્ટે, એપ્રિલમાં શહેરને કડક રીતે બંધ રાખવાના સરકારી આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ 21 દુકાનદારોને દોષી ઠેરવ્યા હતા. તેઓને સરળ કેદ ભોગવવાની સજા કોર્ટે કરી છે અને તેમના પર પ્રત્યેકને રૂ .3,000 નો દંડ ફટકાર્યો છે. 
અન્ય 20 લોકોમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ, મોટરસાયકલ ચલાવનારા અને નમાઝ માટે ભેગા કરવા બદલ સજા કરવામાં આવી છર. દોષિત ઠેરવવાના બીજા કેસમાં ઉલ્લંઘન કરનારા એ લોકો હતા જેઓ માસ્ક વિના,  સામાજિક અંતર રાખતા ન હતા અને કારણ વગર ભટકતા હતા. 

Join Our WhatsApp Community

આ તમામ પર રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને સરકારના નિર્દેશોનું પાલન ન કરવાની પણ સજા ઉમેરી છે. આ ગુનામાં છ મહિનાથી એક વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બંને સજા થઈ શકે છે. શાહુ નગર પોલીસે ઉપરોક્ત લોકો સામે ગુનો નોંધ્યો છે અને આ આરોપી ધારાવી અને માટુંગાના રહેવાસી છે.   મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ ગુલેએ તેમને સરળ કેદની સજા સંભળાવી હતી. હવે જો તેઓ દંડ નહીં ભરે તો તેઓને 15 દિવસ જેલમાં વિતાવવા પડશે, એવું પણ આદેશમાં જણાવાયું છે.

Arthur Road Jail Incident: આર્થર રોડ જેલ: ઉશ્કેરાયેલા કેદીનો પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, નાક પર માથું મારી ગંભીર ઈજા પહોંચાડી
Mumbai Cyber Crime: મુંબઈ સાયબર ફ્રોડ: બેંકમાં નોકરીના બહાને મહિલા સાથે ₹૧૧.૨૮ લાખની ઠગાઈ
Dahisar Check Naka: દહિસર ચેક નાકા: નકલી અકસ્માતનું નાટક કરી ₹24.53 લાખના આઈફોન અને મેમરી કાર્ડની લૂંટ
Mumbai Police: મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર રવિ પૂજારીની ૧૦ વર્ષ જૂના ખંડણી કેસમાં ધરપકડ
Exit mobile version