News Continuous Bureau | Mumbai
JSGIF Udan Award: જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન ( JSGIF) દ્વારા જૈન સમાજની વિવિધ વિભૂતિઓને તેમના ક્ષેત્રમાં ઉમદા પ્રતિનિધિત્વ કરવા માટે સન્માનિત કરવાના પૂના ( Pune ) ખાતે યોજાયેલા સમારોહમાં ૨૨ મહાનુભાવોને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ ડૉ. મંજુ મંગલ પ્રભાત લોઢાને પણ તેમની સાહિત્યિક અને સામાજીક પ્રવૄતિઓ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગત ૧૬ મી જુન ૨૦૨૪ નાં રોજ પૂણે ખાતે યોજાયેલા આ સમારોહમાં શ્રીમતી લોઢાની ( Dr. Manju Mangal Prabhat Lodha) સાથે બોમ્બે રીજનના અન્ય પાંચ સભ્યો હિયા જીતન શાહ, હૃદય શાહ, કેવલ કક્કા, લજીતા ખોના અને સરયુ માલદેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિજેતાઓએ આ એવોર્ડ સાથે આંતરરાષ્ટ્રિય સ્તરે સન્માન મેળવ્યું છે. આ પ્રસંગે ફેડરેશનના પ્રમુખ શ્રી અમીષ ભાઈ દોશી, બોમ્બે ચેરમેન શ્રી કિશોરભાઈ દોશી, પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ, પંકજભાઈ સંઘવી, અને બોમ્બે રીજીયન ઝોન સંયોજક ડીમ્પલબેન કોરાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: National Lok Adalat: સુરત જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૨૨મી જુનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું
JSGIF ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત જૈન સમુદાયના ( Jain community ) મહાનુભાવોને તેમના સામાજીક યોગદાન બદલ એવોર્ડ આપે છે. જેના ભાગરૂપે આ વખતે JSGIF ના વિશાળ આકાશમાં આ ૨૨ પ્રતિભાશાળી તારલાઓ ચમક્યા હતા. આ કાર્યક્રમમાં જૈન સમુદાયની અનન્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને નવી ઊંચાઈઓ હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમતી ઉષાજી મુનોતનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.