Site icon

વેક્સિન માટે લોકોનો ધસારો, પરંતુ મુંબઈમાં આજે 314માંથી માત્ર આટલાં વેક્સિનેશન સેન્ટર ખુલ્લાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈમાં વેક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકોને જ 15 ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવામાં આવી છે. એથી અત્યાર સુધી વેકિસન લેવાથી દૂર રહેલા લોકોએ અચાનક વેક્સિન લેવા માટે ધસારો કરી મૂક્યો છે. જોકે વેક્સિનની અછતને પગલે મુંબઈમાં 314માંથી આજે ફક્ત 24 પબ્લિક વેક્સિનેશન સેન્ટર ખુલ્લાં છે. એમાં 13 સેન્ટરમાં કોવેક્સિન અને 11માં કોવિશીલ્ડ વેક્સિન ઉપલબ્ધ છે. એથી વેક્સિન લેવા ઇચ્છુક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેક્સિન સેન્ટર ઉપર લોકો રાતથી જ લાઇન લગાવીને પોતાનો નંબર આવે એની રાહ જોઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ વેક્સિનની અછતને પગલે ઓછાં સેન્ટર ખુલ્લાં મુકાયાં છે. વેક્સિનનો બીજો સ્ટૉક ઉપલબ્ધ થવાની સાથે જ અન્ય સેન્ટર પણ ખુલ્લાં મૂકવામાં આવશે. મહારાષ્ટ્રના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડૉ.પ્રદીપ વ્યાસના જણાવ્યા મુજબ ઑગસ્ટમાં અત્યાર સુધીમાં રાજ્યને ફક્ત 8.26 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ થયા છે.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી ખાનગી વેક્સિનેશન સેન્ટરને થશે હવે બખ્ખા; જાણો વિગત

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version