ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
કોવિડના નવા ઓમાઈક્રોન વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરનારા પ્રવાસીઓને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ પણ પોતાના તમામ 24 વોર્ડમાં ઊભા કરેલા મિની કંટ્રોલ રૂમ ફરી એક વખત એલર્ટ થઈને કામે લાગી ગયા છે.
મુંબઈમાં કોરોનાની પહેલી લહેર આવી ત્યારે મુંબઈના 24 વોર્ડમાં આ મિની કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા હતા. આ લોકોનું કામ આંતરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવેલા પ્રવાસીઓને શોધવાનુ અને તેમના કોવિડ ટેસ્ટ કરાવવાનું હતું. હવે ઓમઈક્રોનનું જોખમ ઊભુ થઈ ફરી એક વખત આ વોર રૂમમાંથી પ્રવાસીઓને ટ્રેસ કરવાનું તેમ જ તેમનું કાઉન્સેલિંગથી લઈને અન્ય પ્રકારાની મદદના કામ કરવામાં આવી રહ્યા છે.
ઈમીગ્રેશ ડિપાટર્મેન્ટ પાસેથી મળેલા લિસ્ટના આધારે છેલ્લા ચાર દિવસમાં આ કંટ્રોલ રૂમમાંથી લગભગ 3,000 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને શોધી કાઢયા છે. દરેક વોર્ડ રૂમને 100 લોકોના નામની યાદી આપી દેવામાં આવી છે, તેમના વોર્ડમાં રહેલા રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ટ્રેસ કરીને તેમના આરોગ્યની પૂછપરછ કરવાની સાથે જ તેમને કોવિડ ટેસ્ટ માટે સમજાવાનું કામ આ લોકો કરી રહ્યા છે.
તેમાં પણ ખાસ કરીને વિલેપાર્લે, અંધેરી અને જોગેશ્ર્વરી વિસ્તાર ધરાવતો કે-ઈસ્ટ વોર્ડનો વોર રૂમમાં અત્યારે સતત ફોન રણકી રહ્યા છે. આ વોર્ડમાં એરપોર્ટ એરિયા આવે છે. અહીં વોર રૂમમાં પણ ક્વોરન્ટાઈનને લગતા નિયમો જાણવા માટે સતત ફોન આવી રહ્યા છે.