Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈ માથે ઓમીક્રોનનું તોળાતું જોખમ, BMCના 24 વોર્ડના વોર રૂમના અધિકારો શોધી રહ્યા છે શહેરમાં છુપાઈ બેસેલા આંતરાષ્ટ્રીય પ્રવાસીઓને.જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

કોવિડના નવા ઓમાઈક્રોન વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરનારા પ્રવાસીઓને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ પણ પોતાના તમામ 24 વોર્ડમાં ઊભા કરેલા મિની કંટ્રોલ રૂમ ફરી એક વખત એલર્ટ થઈને કામે  લાગી ગયા છે. 

મુંબઈમાં કોરોનાની પહેલી લહેર આવી ત્યારે મુંબઈના 24 વોર્ડમાં આ મિની કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા હતા. આ લોકોનું કામ આંતરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવેલા પ્રવાસીઓને શોધવાનુ અને તેમના કોવિડ ટેસ્ટ કરાવવાનું હતું.  હવે  ઓમઈક્રોનનું જોખમ  ઊભુ થઈ ફરી એક વખત આ વોર રૂમમાંથી પ્રવાસીઓને ટ્રેસ કરવાનું તેમ જ તેમનું કાઉન્સેલિંગથી લઈને અન્ય પ્રકારાની મદદના કામ કરવામાં આવી રહ્યા છે. 

ઈમીગ્રેશ ડિપાટર્મેન્ટ પાસેથી મળેલા લિસ્ટના આધારે છેલ્લા ચાર દિવસમાં આ કંટ્રોલ રૂમમાંથી લગભગ 3,000 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને શોધી કાઢયા છે. દરેક વોર્ડ રૂમને 100 લોકોના નામની યાદી આપી દેવામાં આવી છે, તેમના વોર્ડમાં રહેલા રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ટ્રેસ કરીને તેમના આરોગ્યની પૂછપરછ કરવાની સાથે જ તેમને કોવિડ ટેસ્ટ માટે સમજાવાનું કામ આ લોકો કરી રહ્યા છે.

તેમાં પણ ખાસ કરીને વિલેપાર્લે, અંધેરી અને જોગેશ્ર્વરી વિસ્તાર ધરાવતો કે-ઈસ્ટ વોર્ડનો વોર રૂમમાં અત્યારે સતત ફોન રણકી રહ્યા છે. આ વોર્ડમાં એરપોર્ટ એરિયા આવે છે. અહીં વોર રૂમમાં પણ ક્વોરન્ટાઈનને લગતા નિયમો જાણવા માટે સતત ફોન આવી રહ્યા છે.

Mumbai Local Train Night Block વેસ્ટર્ન રેલવેમાં આજે રાત્રે જમ્બો બ્લોક રહેશે; રવિવારે દિવસે કોઈ મેગા બ્લોક નહીં હોવાથી લોકલ ટ્રેનો સામાન્ય રહેશે
Tiger Shroff Firing Case Police Probe ટાઇગર શ્રોફ પર શા માટે થયો હતો ગોળીબાર? મુંબઈ પોલીસે શોધી કાઢ્યું અસલી કારણ!
Western Express Highway Fatal Accidents વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બે ભયાનક અકસ્માત સગીર સહિત બેનાં કમકમાટીભર્યા મોત, પોલીસ તપાસ તેજ!
Khar Police Cyber Cell iPhone Recovery ખાર પોલીસ સાયબર સેલની પ્રશંસનીય કામગીરી ₹૧.૫૦ લાખનો ગુમ થયેલો iPhone 17 Pro Max શોધી મૂળ માલિકને પરત સોંપ્યો!
Exit mobile version