News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) સહિત થાણે(Thane)માં છેલ્લા એક અઠવાડિયાથી મુશળધાર વરસાદ(heavy Rain) પડી રહ્યો છે.
દરમિયાન મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો(water lake)ના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.
વરસાદને કારણે જળાશયોની સપાટીમાં વધારો થયો છે અને જળાશયોમાં 26 ટકા પાણીનો જથ્થો જમા થઈ ગયો છે.
જૂન મહિનામાં વરસાદની ગેરહાજરીમાં જળાશયોમાં તળિયાં દેખાવા લાગ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે મુંબઈને મોડકસાગર, તાનસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, તુલસી, વિહાર અને ભાતસા એમ 7 ડેમમાંથી દરરોજ 3850 મિલિયન લીટર શુદ્ધ પાણીનો પુરવઠો કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : બળવાખોર એકનાથ શિંદે સામે આખરે ઉદ્ધવ ઠાકરેએ હાર માની- શું પક્ષની નિશાની ગુમાવવા માનસિક તૈયાર- જાણો વિગત