ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30, સપ્ટેમ્બર 2021
ગુરુવાર.
પરેલની કે.ઈ.એમ અને સેઠ જી.એસ મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં ભણતા 29 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોવિડ-19ની વેક્સિનનો બંને ડોઝ લીધા બાદ પણ કોરોનાનો ચેપ લાગતા પાલિકા પ્રશાસનનું ટેન્શન વધી ગયું છે.
કે.ઈ.એમ અને સેઠ જી.એસ. મેડિકલ કોલેજના 29 વિદ્યાર્થીઓમાંથી 23 વિદ્યાર્થી એમબીબીએસના બીજા વર્ષના અને 6 વિદ્યાર્થી ફર્સ્ટ યીઅરના છે. મળેલ માહિતી મુજબ 29માંથી 27 વિદ્યાર્થીઓએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા.
હાલ બે વિદ્યાર્થીઓને સારવાર માટે અંધેરીની સેવન હિલ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બાકીના તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હોસ્ટેલને હાલ સીલ કરી દેવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ એકી સાથે કેવી રીતે પોઝિટિવ આવ્યા તેની તપાસ ચાલી રહી છે.
ગિરગાંવની ૧૨૫ વર્ષ જૂની એલઆઇસીની આટલી ચાલીઓના રીડેવલપમેન્ટનો રસ્તો થયો સાફ; જાણો વિગત
જોકે સૂત્રોના કહેવા મુજબ વિદ્યાર્થીઓ માટે સ્પોટર્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા તેઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા છે.
