Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ! મુંબઈની કે.ઈ.એમ. અને સેઠ જીએએસ મેડિકલ કોલેજના એમબીબીએસના આટલા વિદ્યાર્થીઓને લાગ્યો કોરોનાનો ચેપ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30, સપ્ટેમ્બર  2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

પરેલની કે.ઈ.એમ  અને સેઠ જી.એસ મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં ભણતા 29 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોવિડ-19ની વેક્સિનનો બંને ડોઝ લીધા બાદ પણ કોરોનાનો ચેપ લાગતા પાલિકા પ્રશાસનનું ટેન્શન વધી ગયું છે.

કે.ઈ.એમ અને સેઠ જી.એસ. મેડિકલ કોલેજના 29 વિદ્યાર્થીઓમાંથી 23 વિદ્યાર્થી એમબીબીએસના બીજા વર્ષના અને 6 વિદ્યાર્થી ફર્સ્ટ યીઅરના છે. મળેલ માહિતી મુજબ 29માંથી 27 વિદ્યાર્થીઓએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા.

હાલ બે વિદ્યાર્થીઓને સારવાર માટે અંધેરીની સેવન હિલ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બાકીના તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હોસ્ટેલને હાલ સીલ કરી દેવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ એકી સાથે કેવી રીતે પોઝિટિવ આવ્યા તેની તપાસ ચાલી રહી છે.

ગિરગાંવની ૧૨૫ વર્ષ જૂની એલઆઇસીની આટલી  ચાલીઓના રીડેવલપમેન્ટનો રસ્તો થયો સાફ; જાણો વિગત

જોકે સૂત્રોના કહેવા મુજબ વિદ્યાર્થીઓ માટે સ્પોટર્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા તેઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા છે.

Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Exit mobile version