ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં કોરોના નો પોઝિટિવ રેટ વધી રહ્યો છે. અગાઉ ત્રણ ટકા સુધી નીચે આવી ગયેલો રેટ હવે છ ટકા પર પહોંચી ગયો છે. આ ઉપરાંત મુંબઇ શહેરમાં દૈનિક કોરોના ના કેસ વધી ગયા છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ પ્રાઇવેટ, સરકારી તેમજ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોના પ્રતિનિધિઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે નિર્દેશ આપ્યા છે કે તમામ હોસ્પિટલમાં આઈસીયુ બેડ, ઓક્સિજન તેમજ મેડીકલ સપ્લાયનો સ્ટોક તપાસવામાં આવે.
આ ઉપરાંત મહાનગરપાલિકાએ સેન્ટરો ને ફરી એક વખત શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.
આમ મહાનગરપાલિકા મુંબઈ શહેરમાં જે પગલાં લઈ રહી છે તે કડક પ્રતિબંધો તરફ નિર્દેશ કરે છે.