Site icon

ત્રીજી લહેર માટે મહાનગરપાલિકાની જોરદાર તૈયારી 300 બાળકોના ડોકટરોની ટ્રેનિંગ પતી. જાણો વિગત …

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં નાનાં બાળકોને જોખમ વધારે હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. એથી મુંબઈ મહાનગરપાલિકા પોતાની ચાર મુખ્ય હૉસ્પિટલ સહિત ખાનગી બાળરોગ નિષ્ણાતોને ટ્રેનિંગ આપી રહી છે. અત્યાર સુધીમાં 300 ડૉક્ટર્સને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. 3,000થી વધુ ડૉક્ટરોને ટ્રેનિંગ આપવામાં આવશે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ઝડપે નિયંત્રણમાં આવી છે. મુંબઈનો હાલનો પૉઝિટિવિટી રેટ 5.56 ટકા છે. સાજા થવાનું પ્રમાણ 95 ટકા છે. કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો 511 દિવસ  છે.  છતાં મુંબઈ પાલિકાએ જુલાઈ અથવા ઑગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેરના જોખમના ધ્યાનમાં રાખીને તૈયારી ચાલુ કરી દીધી છે.

મુંબઈનું આકાશ કાળું ડિબાંગ, અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ; જાણો વધુ વિગત

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમ છે. એથી તમામ હૉસ્પિટલમાં બાળકો માટે  10થી 15 બેડ રહેલા વૉર્ડ રિર્ઝવ રહેશે.  મુલુંડ જમ્બો કોવિડ કૅર સેન્ટરમાં 100, ગોરેગામના નેસ્કોમાં 100થી 200 અને દહિસર જમ્બો કૅર સેન્ટરમાં 100 બેડ બાળકો માટે રાખવામાં આવ્યા છે. ઑક્સિજન બેડ, વેન્ટિલેટર અને ICUની પણ વ્યવસ્થા કરી છે. બાળકોમાં કોરોનાનાં લક્ષણો જણાય તો એની સારવાર, દર્દીને કઈ હૉસ્પિટલમાં મોકલવો વગેરેની ટ્રેનિંગ બાળનિષ્ણાત સહિત અન્ય ડૉક્ટરોને આપવામાં આવી છે. આ ટ્રેનિંગ ઑફલાઇન અને ઑનલાઇન છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version