Site icon News Continuous Bureau | Mumbai

શાબ્બાશ! કોસ્ટલ રોડનું અત્યાર સુધી આટલા ટકા કામ થયું પૂરુ : પ્રિયદર્શની પાર્કથી ગિરગામ ચોપાટી નીચે અન્ડરગ્રાઉન્ડ ટનલનું ખોદકામ ફુલ સ્પીડે, એક ટનલનું કામ પૂરું થશે જાન્યુઆરી સુધીમાં, આવતા વર્ષે બીજી ટનલનું કામ ચાલુ થશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી  પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડનું કામ ફુલ સ્પીડે થઈ રહ્યું છે. 13 હજાર કરોડ રૂપિયાના ખર્ચે  બની રહેલા  કોસ્ટલ રોડનું અત્યાર સુધી 38 ટકા કામ પૂરું થઈ ગયું છે. હાલ કોસ્ટલ રોડમાં અત્યંત મહત્ત્વની ગણાતી વિશાળ અન્ડર ગ્રાઉન્ડ ટનલનું ખોદામ ચાલી રહ્યું છે, જેમાં પ્રિયદર્શની પાર્કથી ચાલુ થનારી ટનલનું ખોદકામ બાબુલનાથ ક્રોસ કરીને હવે તિલાચંદ ગાર્ડન સુધી પહોંચી ગયું છે. બે ટનલમાંથી પ્રિયદર્શની પાર્કથી ગિરગામ ચોપાટી સુધીની પહેલી ટનલનું  એક કિલોમીટર સુધીનું કામ શનિવાર રાતના 11 વાગ્યે પૂરું થયું હતું. આ ટનલ બે કિલોમીટર લાંબી છે, જેનું ખોદકામ ‘માળવા’ ટનલ મશીનથી કરવામાં આવી રહ્યું છે. આગામી જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં આ ટનલનું કામ પૂરું કરી નાખવાની પાલિકાએ યોજના બનાવી છે. 

કોસ્ટલ રોડને કારણે ભવિષ્યમાં દક્ષિણ મુંબઈથી પશ્ચિમ પરામાં જવું સરળ થઈ જશે. અત્યાર સુધી પ્રોજેક્ટનું 38 ટકા કામ પૂરું થયું છે. એમાં પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સી લિન્ક સુધીના 10.58 કિલોમીટરના કામમાં 2.07 કિલોમીટરની બે વિશાળ ટનલનું કામ અત્યંત જટિલ કહેવાય છે. એ માટે ચીનથી મોટું મશીન લાવવામાં આવ્યું છે, જે લગભગ 3 હજાર મૅટ્રિક ટનનું છે, એની ઊંચાઈ ત્રણ માળ જેટલી હોવાથી એની લંબાઈ 90 મીટરની છે. ચોમાસામાં પણ જમીનમાં 10થી 70 મીટર નીચે ખોદકામ ચાલી રહ્યું છે. મશીનને રિસેમ્બલ કરતાં સમયે એના પાર્ટ 30 મીટર પ્રમાણે ત્રણ ભાગ અલગ-અલગ કરવામાં આવશે.

મુંબઈમાં કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતાં ત્રણ ગણી ઘાતક રહી, બીજી લહેરમાં જોકે મૃત્યુ ઓછાં, આંકડા આવ્યા બહાર; જાણો વિગત

જાન્યુઆરીના અંત સુધીમાં પહેલી ટનલનું કામ પરું થયા બાદ માવળા મશીનના ભાગ છૂટા કરીને એને ફરી પ્રિયદર્શની પાર્ક લઈ આવવામાં આવશે. પ્રિયદર્શની પાર્કથી ગિરગામ ચોપાટી સુધી બે કિલોમીટરની ટનલનું ફરી ખોદકામ ચાલુ કરાશે. માવળાના છૂટા ભાગને ફરી જોડીને પ્રિયદર્શની લાવતાં 60 ટ્રક લાગશે. એને રિસેમ્બલ કરવામાં જ બે મહિનાનો સમય લાગશે. ત્યાર બાદ એપ્રિલથી બીજી ટનલનું કામ ચાલુ કરાશે. બીજી ટનલનું કામ પૂરું કરવા માટે આઠ મહિનાનો સમય લાગશે.

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version