Site icon

કયા બાત હૈ- મુંબઈના એક જ પરિવારના ચાર સભ્યોએ 20 વર્ષ બાદ દસમાની પરીક્ષા પાસ કરી- પતિ-પત્નીને આવ્યા સરખા માર્ક

viral time table of ssc board on social media student could not attend the paper of hindi subject

મહારાષ્ટ્ર બોર્ડનો મહત્વનો નિર્ણય, હવે પરીક્ષાની 10 મિનિટ પહેલા નહીં મળે પ્રશ્નપત્ર..

 News Continuous Bureau | Mumbai

મુંબઈના(Mumbai) ભાયંદરના(Bhayandar) એક ગુજરાતી પરિવાર(Gujarati family) ના ચાર સભ્યોએ 20 વર્ષ બાદ એકી સાથે દસમાની પરીક્ષા(Tenth exam) આપી હતી અને તમામ સભ્યો સારા માર્કે પાસ થઈ ગયા છે. તેમાં પણ પતિ –પત્ની સરખા માર્ક લાવીને પાસ થયા છે.

Join Our WhatsApp Community

ભણવાની ધગશ(Passion for learning) હોય તો ઉંમરનો કોઈ બાધ હોતો નથી. ભાયંદરના ગુજરાતી  પરિવારના સફાઈ કર્મચારી(Sweeper) તરીકે કામ કરતા મુકેશ પરમાર(Mukesh Parmar) અને તેમના પત્ની તેમજ બે ભાભીઓએ ૨૦-૨૨ વર્ષ પહેલાં અભ્યાસ છોડી દીધો હતો પરંતુ ભણવાની ઈચ્છા થતાં ફરી આ વર્ષે ચારેય જણે એકસાથે દસમાની બોર્ડની પરીક્ષા(Board exam) આપી હતી. શુક્રવારે આવેલા એસએસસીના રિઝલ્ટમાં(SSC result) ચારેય જણ સારે માર્કે પાસ થયા છે.

સફાઈ કર્મચારી તરીકે કામ કરનારા મુકેશ પરમારના કહેવા મુજબ તેમણે ૨૦૦૨માં સાતમું પાસ કર્યા બાદ પારિવારિક કારણસર ભણવાનું મૂકી દીધું હતું. તેમના પત્ની કંચને પણ ૨૦૦૩માં  સાતમું પાસ કરી ભણવાનું છોડી દીધું હતું. પરંતુ તેમના મોટા ભાઈ અનિલે તેમને પ્રેરણા આપતાં તેમણે પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. સવારની પહેલી ટ્રેન પકડી કામ પર જઈ બપોર પછી ઘરે આવ્યા બાદ તેમના પત્ની સાથે ભણવા બેસતા. પતિ-પત્ની બંનેને ૪૯ ટકા પ્રાપ્ત થયાં છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં કોરોનાના ગ્રાફમાં વધઘટ જારી- ગઈકાલની સરખામણીએ શહેરમાં આજે આટલા ઓછા કેસ આવ્યા સામે-જાણો આજના લેટેસ્ટ આંકડા 

મુકેશના સગા ભાભી અને મામાના દીકરાની પત્નીએ પણ સંયુક્ત કુટુંબમાં(joint family) રહીને ઘર સાચવી બાળકો અને પતિનો સમય સાચવ્યા બાદ રાતના ઘરે બેસી ઓનલાઇન(Online study) અને શક્ય તેટલો ઓફલાઈન અભ્યાસ કરી દસમાની પરીક્ષા પાસ કરી છે. તેમાંથી કાંતાબેન પરમાર ૨૦૦૩માં દસમું નાપાસ થયા હતાં પરંતુ તેમને એસએસસીની ડિગ્રી લેવાની એક ઈચ્છા રહી ગઈ હતી જે તેમણે આ વર્ષે ૬૫ ટકા માર્ક લાવી પૂરી કરી હતી. તો તેમના  પરિવારના અન્ય  સભ્ય કાંતાબેન સોલંકીએ ૪૭ ટકા સાથે ૨૧ વર્ષ બાદ દસમાની પરીક્ષા પાસ કરી છે. 

આ તમામ સભ્યોએ દહિસરની માતૃછાયા સ્કૂલમાંથી(Matruchhaya School) દસમાની પરીક્ષા આપી હતી અને ચારેયનું પરીક્ષા કેન્દ્ર(Examination Center) પણ એકજ સ્થાને આવેલું હતું. આજે ૨૦ વર્ષ બાદ ફરી પરીક્ષા આપી તેમાં પાસ થતાં આ પરિવારમાં આનંદ વ્યાપી ગયો છે. 

 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version