Site icon

મુંબઈ મહાનગરપાલિકાએ ફરી લંબાવ્યો મદદનો હાથ, બેસ્ટ પ્રશાસનને કરી અધધ આટલા કરોડની આર્થિક મદદ..

મુંબઈ મહાનગરપાલિકા ફરી એકવાર આર્થિક સંકટમાં ફસાયેલી બેસ્ટ પ્રશાસનની મદદે આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તેની દૈનિક કામગીરી ચલાવવા માટે બેસ્ટ પ્રશાસન દ્વારા લેવામાં આવેલી ટૂંકા ગાળાની લોનની ચૂકવણી કરવા માટે નાણાકીય સહાયનો હાથ લંબાવ્યો છે. મહાનગરપાલિકાએ બેસ્ટને રૂ.450 કરોડની આર્થિક મદદ કરી છે.

450 crores help from bmc to repay loan to best

મુંબઈ મહાનગરપાલિકાએ ફરી લંબાવ્યો મદદનો હાથ, બેસ્ટ પ્રશાસનને કરી અધધ આટલા કરોડની આર્થિક મદદ..

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા ફરી એકવાર આર્થિક સંકટમાં ફસાયેલી બેસ્ટ પ્રશાસનની મદદે આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તેની દૈનિક કામગીરી ચલાવવા માટે બેસ્ટ પ્રશાસન દ્વારા લેવામાં આવેલી ટૂંકા ગાળાની લોનની ચૂકવણી કરવા માટે નાણાકીય સહાયનો હાથ લંબાવ્યો છે. મહાનગરપાલિકાએ બેસ્ટને રૂ.450 કરોડની આર્થિક મદદ કરી છે.

Join Our WhatsApp Community

છેલ્લા કેટલાક સમયથી બેસ્ટ પ્રશાસનની ખોટ સતત વધી રહી છે. થોડા વર્ષો પહેલા, પ્રશાસનને નાણાકીય કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને તે તેના કર્મચારીઓને સમયસર ચુકવણી કરી શક્યું ન હતું. પગાર ચૂકવવા માટે લોન પણ લેવી પડી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સમયાંતરે બેસ્ટ પ્રશાસનને નાણાકીય સહાય આપી છે. હવે ફરી એકવાર મુંબઈ મહાનગરપાલિકા બેસ્ટની મદદે આવી છે. બેસ્ટ પ્રશાસન એ રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા ટૂંકા ગાળાની લોન લેવી પડે છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને નવેમ્બર, ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023ના ત્રણ મહિના માટે બેસ્ટ પ્રશાસનને પ્રત્યેક રૂ. 150 કરોડ આપ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  મોજથી જીવી લો તેવી નીતિ નુકસાનકારક નીવડશે, કોરોના મહામારી બાદ મોંઘવારીને લીધે પારિવારિક બચતમાં 22 ટકાનો ઘટાડો

ગયા વર્ષે, BEST એ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂ. 2,224 કરોડની સબસિડી આપવા વિનંતી કરી હતી, જે ટૂંકા ગાળાની લોન ચૂકવવા માટે રૂ. 450 કરોડ છે અને ટાટા પાવર કંપનીના બાકી વીજળીનું દેવું ચૂકવવા રૂ. 1,774 કરોડ છે. નિવૃત્ત કર્મચારીઓની ચુકવણી માટે કુલ રૂ. 932 કરોડ અને ટૂંકા ગાળાની લોનની ચુકવણી માટે રૂ. 450 કરોડ આપવામાં આવ્યા છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version