Site icon News Continuous Bureau | Mumbai

ખાડાઓ બન્યા વિલન- મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક જ દિવસમાં આટલા લોકોનો લેવાયો ભોગ

News Continuous Bureau | Mumbai

મુંબઈ-અમદાવાદ હાઈવે(Mumbai-Ahmedabad Highway) દિવસેને દિવસે વધુ જોખમી બની રહ્યો છે. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું (businessman Cyrus Mistry) મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર ચાર સપ્ટેમ્બરના થયેલા એક્સિડન્ટમાં(Road accident) મૃત્યુ થયો હોવાનો બનાવ તાજો છે. ત્યાં હવે ફરી એક વખત આ હાઈવે લોકોનો જાનનો દુશ્મન બન્યો હોવાનું જણાઈ આવ્યું છે. હાઈવે પર પાલઘરમાં(Palghar) બે જુદા જુદા એક્સિડન્ટમાં પાંચના મોત થયા છે.

Join Our WhatsApp Channel

મળેલ માહિતી મુજબ પાલઘર જિલ્લામાં હાઈવે પર મંગળવારે આ દુર્ઘટના બની હતી, જેમાં બે કારના એક્સિડન્ટમાં(car accident) ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત થયા હતા. વાહનચાલકોના આરોપ મુજબ હાઈવે પર રહેલા ખાડાઓ એક્સિડન્ટ(potholes) માટે કારણભૂત બની રહ્યા છે.

તલાસરી પોલીસના(Talasari Police) કહેવા મુજબ મહારાષ્ટ્ર-ગુજરાતની(Maharashtra-Gujarat) હદ પર તલાસરી તાલુકામાં આવતા હાઈવે પર આમગાવ નામના ગામમાં બે એક્સિડન્ટ થયા હતા, જેમાં વાહનચાલક મુંબઈથી ગુજરાત જઈ રહ્યો હતો અને આમગાવ પાસે ગાડી પર નિયંત્રણ ગુમાવી દીધો હતો અને ડીવાઈડર જંપ કરીને ટેમ્પો સાથે ભટકાઇ હતી જેની માટે રસ્તા પર ખાડાને જવાબદાર માનવામાં આવે છે. એક્સિડન્ટ બાદ ઘટના સ્થળે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ખાડાને કારણે વાહનચાલકો ગાડી પરનો નિયંત્રણ ગુમાવી દેવાનો બનાવ બનતો હોય છે. બીજા બનાવમાં મુંબઈથી ગુજરાત જતી કાર ટેમ્પો સાથે અથડાઈ હતી અને ઘટના સ્થળે જ બેના મોત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવા શિવસેનાનો મરણિયો પ્રયાસ- મંજૂરી મેળવવા મૂકી હાઇકોર્ટમાં દોડ- અરજી પર  આ તારીખે થશે સુનાવણી

સાયરસ મિસ્ત્રીના એક્સિડેન્ટલ મૃત્યુ બાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ નેશનલ હાઈવે ઓથોરીટીએ(District and National Highway Authority) તાજેતરમાં 110 કિલોમીટરના પટ્ટામાં ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તા પર પડેલા ખાડાઓને લઈને વાહનચાલકોએ ફરિયાદ કરી હતી.

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version