Site icon

સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓની હેરાનગતી કાયમ, પાંચમી-છઠ્ઠી લાઈન માટે વધુ આટલા મેગાબ્લોક લેવામાં આવશે; જાણો વિગત

Important news for Mumbaikars; There will be traffic block on Harbor and Trans-Harbor lines for 3 days, know details

Important news for Mumbaikars; There will be traffic block on Harbor and Trans-Harbor lines for 3 days, know details

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર, 

સેન્ટ્રલ રેલેવેના પ્રવાસીઓની હાલાકીનો જલદી અંત આવે એવું જણાતું નથી. થાણે-દિવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇનના કામ માટે સેન્ટ્રલ રેલવેએ અત્યાર સુધી અનેક મેગાબ્લોક લીધા છે. તાજેતરમાં સેન્ટ્રલ રેલવેએ 72 કલાકનો મેગાબ્લોક લીધો હતો. છતાં આગામી દિવસોમાં પાંચમી-છઠ્ઠી લાઈન માટે વધુ મેગા બ્લોક લેવામાં આવવાના છે.

સેન્ટ્રલ રેલવેના કહેવા મુજબ પાંચમી અને છઠ્ઠી લાઈનમાં હજી કેટલાક નાના કામ બાકી હોવાથી વધુ પાંચ મેગાબ્લોક લેવામાં આવશે.  

થાણે અને દીવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લેનનું કામ 72 કલાકના મેગાબ્લોક સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું.  પરંતુ હવે આ લેન પર કેટલાક નાના કામો બાકી છે. તેથી આ બ્લોક આઠથી બાર કલાક માટે લેવામાં આવશે. 

આ બ્લોક શનિવાર અને રવિવારે લેવામાં આવશે. ફાસ્ટ લોકલ અને મેલ તેમજ એક્સપ્રેસ માટે અલગ-અલગ રૂટની ઉપલબ્ધતાને કારણે બ્લોક દરમિયાન લોકલ સર્વિસ, એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રક પર ઓછી અસર થશે એવો દાવો રેલવેએ કર્યો છે. 

થાણે અને દિવા વચ્ચે, મેલ અને એક્સપ્રેસ માટે 5મી અને 6ઠ્ઠી લેન ઉપલબ્ધ ન હોવાને કારણે, આ ટ્રેનો ફાસ્ટ લોકલના ટ્રેક પર  દોડતી હતી. જેની અસર લોકલ ટ્રેનો તેમજ એક્સપ્રેસ ટ્રેનો પર પડી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ પર રેલવે  12 કલાક, 18 કલાક, 24 કલાક, 36 કલાક, 14 કલાક અને 72 કલાકના મોટા મેગાબ્લોક ડિસેમ્બર 2021 થી ફેબ્રુઆરી 2022 સુધીમાં લઈ ચૂકી છે. છેલ્લા પાંચ વર્ષથી પાંચમી અને છઠ્ઠી લેનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. 

 

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version