સાવધાન મુંબઈગરા- બાઈક પર પાછળ બેઠા છો અને આ નિયમનું પાલન નથી કર્યું તો- શહેરની આટલી ટ્રાફિક ચોકીની નજર રહેશે તમારા પર

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં 9 જૂન, 2022થી ટુ વ્હીલર(Two wheeler) પર પાછળ બેસનારા એટલે કે પીલીયન રાઈડર્સને(Pillion Riders) પણ હેલ્મેટ(Helmet) પહેરવાનું ફરજિયાત કરી દેવામા આવ્યું છે. લોકો આ નિયમનું પાલન કરે છે કે નહીં તેના પર નજર રાખવા માટે મુંબઈની  50 ટ્રાફિક પોલીસને(traffic police) તૈનાત કરી દેવામાં આવી છે. આ લોકોની નજર ફક્ત પીલીયન રાઈડર્સ પર હશે કે તેઓએ હેલ્મેટ પહેરી છે કે નહીં?

Join Our WhatsApp Community

મુંબઈ ટ્રાફિક પોલીસે તાજેતરમાં નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે, તે મુજબ ટુ વ્હીલર પર પાછળ બેસનારાએ ફરજિયાત હેલ્મેટ પહેરવી પડશે અન્યથા તેની સામે ટ્રાફિકના નિયમનું(traffic rules) ઉલ્લંઘન કરવા બદલ આકરા પગલાં લેવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારા પર મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલી 50 જેટલી ટ્રાફિક ચોકીના પોલીસ અધિકારીઓ નજર રાખશે એવું ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(Deputy Commissioner of Police) (ટ્રાફિક) આર. રોશને કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ- એક ટીપને આધારે ગેરકાયદે રીતે શસ્ત્ર રાખનારા આરોપીને કાંદીવલી ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો-જાણો વિગતે

પોલીસના નોટિફિકેશન મુજબ આવતી કાલે ગુરુવારથી ટુ-વ્હીલર ચલાવનારાની સાથે જ પીલીયન રાઈડર્સે જો હેલમેટ નહીં પહેરી હોય તો તો તેમને પોલીસની કાર્યવાહીનો સામનો  કરવો પડશે. પોલીસના કહેવા મુજબ ટુ વ્હીલર ચલાવનારાનું લાયસન્સ(License) 3 મહિના માટે સસ્પેન્ડ કરવાથી લઈને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.  
 

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version