Site icon

સંભાળજો- જૂન મહિનામાં આ છ દિવસ દરિયામાં મોટી ભરતી- ભારે વરસાદ પડયો તો મુંબઈ થશે જળબંબાકાર- જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

આતુરતાથી રાહ જોવાઈ રહેલા ચોમાસાનું(monsoon) આગમન મુંબઈમાં થઈ ગયું છે. મુંબઈમાં હાલ જોકે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જોકે આગામી દિવસમાં ચોમાસું હજી સક્રિય થવાની જ મુંબઈ મહાનગરપાલિકાનું(BMC) ટેન્શન પણ વધવાનું છે. જૂન મહિનામાં છ દિવસ દરિયામાં મોટી ભરતી(High tide) છે. એ સમયે દરિયામાં ચાર મીટરથી પણ ઊંચા મોજા ઉછળશે અને એ સમયે ભારે વરસાદ(Heavy rain) હશે તો મુંબઈમાં પાણી ભરાવાની ભારોભાર શક્યતા છે.

આ વર્ષે ચોમાસાના ચાર મહિનામાં દરિયામાં 22 વખત મોટી ભરતી છે. એ સમયે જો ભારે વરસાદ પડયો તો મુંબઈને જળબંબાકાર થવાથી કોઈ બચાવી શકશે નહીં. ખુદ પાલિકાએ પણ હાથ ઉપર કરી દીધા છે. ત્યારે જૂન મહિનામાં છ દિવસ મોટી ભરતી છે. એ સમયે દરિયામાં ભરતી સમયે મોજા સાડા ચાર મીટરથી પણ ઊંચા ઉછળશે. જુન અને જુલાઈમાં છ દિવસ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાંચ-પાંચ દિવસ હાઈ ટાઈડ છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈની પરિસ્થિતિ ચિંતાજનક -ચાર મહિના બાદ ફરી કોવિડના કેસમાં જબરદસ્ત ઉછાળો- હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યા પણ વધી

જૂન મહિનામાં આજે એટલે કે 13 જૂનના સવારના 11.8 વાગે ભરતી છે એ દરમિયાન દરિયામાં 4.56 મીટર ઉંચા મોજા ઉછળવાના છે. મંગળવાર 14 જૂનના સવારના 11.56 વાગે ભરતી સમયે 4.77 મીટર ઉંચા મોજા ઉછળશે. 15 જૂન બુધવારના બપોરના 12.46 વાગે દરિયામાં 4.86 મીટર ઉંચા મોજા ઉછળશે. 16 જૂન ગુરુવારના બપરોના 1.35 વાગે દરમિયામાં 4.87 મીટર ઉંચા મોજો રહેશે. 17 જૂન શુક્રવારના બપોરના 2.25 વાગે દરિયામાં 4.80 મીટર ઉંચા મોજા ઉછળશે. શનિવાર 18 જૂનના બપોરના 3.16 વાગે ભરતી ચાલુ થશે 4.66 મીટર ઉંચા મોજા ઉછળશે.
 

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version