ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
મુંબઈ મહાનગર પાલિકા પાસે ઓક્સિજન બેડ ની અછત વર્તાઈ રહી છે. પાલિકાના જમ્બો કોવિડ સેન્ટર તેમજ પાલિકા સંચાલિત હોસ્પિટલમાં હવે બહુ ઝડપથી દર્દીઓ ભરતી થઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મહાનગરપાલિકાને રાતોરાત નવી હોસ્પિટલ ની જરૂર પડી છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ શહેરમાં સંચાલિત 62 નર્સિંગ હોમ ને ટેક ઓવર કરવાનું નક્કી કર્યું છે.
આવું થવાને કારણે મહાનગરપાલિકા અને એક સાથે અનેક ઓક્સિજન બેડ મળી જશે. જેથી અનેક દર્દીઓ નો ઉપચાર થઈ શકશે.
કારમાં એકલા હો તો પણ માસ્ક પહેરવું અનિવાર્ય. આ રાજ્યની હાઈકોર્ટે જારી કર્યો આદેશ
આમ હવે વૈદકીય ફેસીલીટી ઓછી પડતા પ્રાઇવેટ ફેસીલીટી તરફ મહાનગરપાલિકા એ નજર દોડાવવા માંડી છે.
