ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં હાલ બધું બરાબર નથી ચાલી રહ્યું. કમિશનર પરમવીર સિંહની બદલી થયા બાદ નવા પોલીસ કમિશનરે સાગમટે બદલીઓ શરૂ કરી છે. પહેલા બેચમાં 65 જેટલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓ અલગ-અલગ પદ ઉપર કામ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગે પહેલા જ કીધું હતું કે પોતાની ઇમેજ સુધારવા માટે તે અનેક પ્રકારના પગલાં ઊચકશે. એવું માનવામાં આવે છે કે પોલીસ વિભાગે કામ શરૂ કર્યું છે.
