Site icon

મુંબઈગરાને મળશે નવું રેલવે ટર્મિનસ.. મેટ્રો અને હાઈવે સાથે હશે કનેક્ટેડ, 2025ની સાલ સુધી થશે તૈયાર

 News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને નવું રેલવે ટર્મિનસ(Railway terminus) મળવાનું છે. મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central) અને બાંદ્રા ટર્મિનસ(Bandra Terminus) પર થતી પ્રવાસીઓની(Commuters) ભીડનું વિભાજન અને ભવિષ્યમાં બહારગામની ટ્રેનોની ફ્રીકવન્સી(Frequency of trains) વધારવાના આયોજન માટે વેસ્ટર્ન રેલવે(Western Railway) જોગેશ્વરીમાં નવું ટર્મિનસ ઊભું કરી રહી છે. આ ટર્મિનસ 2025ની સાલ સુધી બનીને તૈયાર કરવામાં આવવાનું છે.  રેલવે બોર્ડે(Railway Board) વેસ્ટર્ન રેલવે પર ત્રીજા ટર્મિનસના બાંધકામને મંજૂરી આપી દીધી છે

Join Our WhatsApp Community

લગભગ 61 કરોડ રૂપિયાના ખર્ચે આ ટર્મિનસ બનાવવામાં આવવાનું છે. અહીં 24 ડબ્બાની ટ્રેનો માટેના પ્લેટફોર્મ રહેશે. હાલમાં, વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ અને દાદર ટર્મિનસ પર વધારાની ટ્રેનો ચલાવવા તેમજ ટ્રેનો ઊભી કરવા માટે કોઈ જગ્યા ઉપલબ્ધ નથી. પરિણામે, નવેમ્બર 2021 માં, વેસ્ટર્ન રેલવેએ જોગેશ્વરી ટર્મિનસની(Jogeshwari Terminus) સ્થાપના માટે રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલ્યો હતો આ પ્રોજેક્ટને તાજેતરમાં રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :   કોલાબાથી પવઈ સુધીના વિસ્તારમાં આવતીકાલથી ચાર દિવસ પાણીકાપ.. જાણો વિગતે

જોગેશ્વરી ટર્મિનસ ખાતે એક પ્લેટફોર્મ(Railway platform) અને ત્રણ લેન બનાવવામાં આવશે. આમાંથી એક લેનનો ઉપયોગ ગાડીઓની પાર્કિંગ માટે કરવામાં આવશે. ટર્મિનલ પર 600 મીટર લાંબો અને 12 મીટર પહોળુ આઈલેન્ડ પ્લેટફોર્મ(Island Platform) બનાવાશે. મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસથી કુલ 12 ટ્રેનો જોગેશ્વરી ટર્મિનસથી ઉપાડવાની યોજના છે.

 જોગેશ્વરી ટર્મિનસમાં એસ્કેલેટર, પદયાત્રી પુલ, વેઇટિંગ લિસ્ટ, ટિકિટિંગ કેન્દ્રો અને અન્ય મુસાફરોની સુવિધાઓ હશે. વર્ષ 2025ની ડેડલાઈન રાખવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ શહેરના મધ્યભાગમાં હોવાથી, ઉપનગરોના મુસાફરોને મોટી ટ્રાફિક ભીડનો સામનો કરવો પડે છે. ત્યારે નવું જોગેશ્વરી ટર્મિનસ મેટ્રો તેમજ વેસ્ટર્ન એક્સપ્રેસ વે(Western Express Way) સાથે જોડાયેલું રહેશે. 

આ સમાચાર પણ વાંચો :   લો બોલો!!! મહારાષ્ટ્ર સરકારના વેટમાં ઘટાડા બાદ પણ મુંબઈ શહેરમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ આસમાને જ.. જાણો ઇંધણના લેટેસ્ટ ભાવ..
 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version