ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જુલાઈ 2021
મંગળવાર.
ખુલ્લી ગટરે મીરા રોડમાં એક નવ વર્ષના બાળકનો ભોગ લીધો હતો. મીરા રોડના કાશીમીરા નાકા પાસે સોમવારે 9 વર્ષનો અબ્દુલ રહેમાન નામનો બાળક ફૂટપાથ પર ચાલી રહ્યો હતો ત્યારે ત્યાં રહેલી ખુલ્લી ગટરમાં પડીને તણાઈ ગયો હતો.
કાશીમીરામાં મુનશી કમ્પાઉન્ડની નજીક આવેલા પેટ્રોલ પમ્પની ફૂટપાથ પર અબ્દુલ ચાલી રહ્યો હતો, ત્યારે તેનો પગ લસપી જતાં તે ગટરમાં પડી ગયો હતો. ભારે વરસાદને કારણે ગટરમાં પાણીનો પ્રવાહ બહુ હતો એથી તે પાણીમાં તણાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે તુરંત રેસ્ક્યુ ઑપરેશન ચાલુ કર્યું હતું પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ અગાઉ રવિવારે નાલાસોપારામાં 4 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં પડીને તણાઈ ગયો હતો.
