ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
05 ફ્રેબ્રુઆરી 2021
દક્ષિણ મુંબઈમાં એક ફ્લેટ પ્રતિ સ્ક્વેર ફૂટ 113000 રૂપિયા પ્રમાણે વેચાયો. આ ભાવ વર્ષ ૨૦૨૦ના પ્રત્યેક સોદા કરતા ઊંચો ભાવ છે. આ ફ્લેટ કારમિશેલ રેસીડેન્સી નામની ઇમારતમાં સાતમા માળે આવેલો છે.ફ્લેટ નું કુલ ક્ષેત્રફળ 3100 સ્ક્વેરફુટ છે તેમજ ફ્લેટની સાથે ૪ ગાડી પાર્કિંગ અવેલેબલ છે. આ ડીલ સૌથી મોંઘી ડીલ છે તેમજ તેના સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન માટે ૭૨ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
ગત વર્ષે આ ઇમારતમાં એક ફ્લેટ દોઢ લાખ રૂપિયા સ્ક્વેરફુટ પ્રમાણે વેચાયો હતો. પરંતુ તે ફ્લેટ અને હાલમાં વેચાયેલા ફ્લેટમાં ફરક છે.
આમ રિયલ એસ્ટેટની મોંઘી ડીલ થઈ છે.
