Site icon

વાહ-ક્યા શાન હેં તિરંગે મેં-ઉત્તર મુંબઈમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા-જુઓ અદભુત વિડીયો

News Continuous Bureau | Mumbai

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ(Amrit Mohotsav) ઊજવી રહ્યો છે. આજે ઠેર ઠેર મોટા કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે ચારકોપના ધારાસભ્ય(Charkop MLA) યોગેશ સાગર(Yogesh Sagar) તરફથી ઉત્તર મુંબઈમાં મલાડથી બોરીવલી(Malad to Borivali) સુધી ભવ્ય અને ઐતિહાસિક (Elegant and historic) ગણાય એવી તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટી હતી.

Join Our WhatsApp Community

ચારકોપરના ધારાસભ્ય યોગેશ સાગરની તરફથી રવિવારે 14 ઓગસ્ટના સવારના આ તિરંગા યાત્રાનો મલાડ(વેસ્ટ) સ્વામી વિવેકાનંદ રોડ, નટરાજ માર્કેટથી શુભારંભ કરવામાં આવ્યો હતો. મલાડથી બોરીવલી(વેસ્ટ) સ્વામી વિવેકાનંદના પુતળા સુધી આ તિરંગા યાત્રા યોજાઈ હતી. 1.25 કિલોમીટર લાંબા અખંડ તિરંગા સાથે આ ઐતિહાસિક યાત્રા(Historical Journey) બની રહી હતી.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – શેર બજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું થયું નિધન- આ મોટી બીમારીએ લીધો તેમનો ભોગ 

લગભગ 10,000 નાગરિકો 1.25 કિલોમીટર ના લાંબા અખંડ તિરંગાને હાથમાં લઈને રસ્તા પર નીકળ્યા હતા.આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો(Local Citizens), બાળકો જોડાયા હતા. ઉત્તર મુંબઈની અનેક સ્કૂલ, કોલેજના બાળકો પણ તેમાં જોડાયા હતા. આ દેશ ભક્તિ યાત્રામાં 50 ઘોડાઓ સાથે ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. ભારત માતાના રથ સાથે હજારો બાળકોએ તિરંગા સાથે રંગ દે બસંતી ચોલાના અદ્ભૂત દ્રશ્ય પણ ચિત્રિત કર્યા હતા. દેશભક્તિ ના ગીત પર યુવાવર્ગે સામૂહિક નૃત્ય પણ કર્યું હતું.

તિરંગા યાત્રામાં સાંસદ ગોપાલ શેટ્ટી(MP Gopal Shetty), બોરીવલીના ધારાસભ્ય સુનીલ રાણે(MLA Sunil Rane from Borivali), દહિસર વિધાનસભાના(Dahisar Assembly) ધારાસભ્ય મનીષા ચૌધરી(MLA Manisha Chaudhary) હજાર રહ્યા હતા.
 

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version