Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વિચિત્ર કિસ્સો : પોતાની કૂતરીને બીજાના કૂતરા સાથે મેટિંગ કરાવવાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો; પોલીસ પણ કન્ફ્યુઝ, જાણો અહીં વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 જૂન 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈના અંધેરી વિસ્તારમાં પોલીસ પાસે એક વિચિત્ર ફરિયાદ આવી હતી. જેમાં બીજાના શ્વાન સાથે પોતાના ફીમેલ શ્વાનની જબરદસ્તીથી મેટિંગ કરાવવા માગતા યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

 અંધેરી (પૂર્વ)માં રહેતા 42 વર્ષના જસવિંદર અરોડાએ  અંધેરી પોલીસ સ્ટેશનમાં રાહુલ સાંવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ રાહુલ તેની  ડોગી સાથે જસવિદંરના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં જઈને તેણે જસવિંદરના પાળેલા કૂતરા સાથે તેની ડોગીની મેટિંગ કરાવવાની માગણી કરી હતી. જસવિંદરે તેને એ માટે ના પાડી દીધી હતી. એથી રાહુલે ઉશ્કેરાઈને ત્યાં જ ગાળાગાળ કરીને ઘરમાં તમાશો કરી દીધો હતો. મામલો વધુ બિચકતાં જસવિંદરે પોલીસ કન્ટ્રોલરૂમમાં ફરિયાદ કરીને પોલીસને બોલાવી હતી. 

કોરોના વળતા પાણી ; મુંબઈમાં કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો વધીને ૫૦૦ દિવસ થયો, સ્થિતિ કાબુમાં આવવાની પાલિકાને આશ

જસવિંદરના કહેવા મુજબ તેણે રાહુલ પાસેથી જ હસ્કી પ્રજાતિનો આ શ્વાન એડોપ્ટ કર્યો હતો, પરંતુ આ ડોગી લીધો ત્યારે તે બહુ માંદો હતો. તેણે એની સારવાર કરાવી હતી. જોકે હજી પણ તે વીક છે. મેટિંગ કરી શકે એવી હાલતમાં નથી. ત્યારે રાહુલ જે આ ડોગીનો જૂનો માલિક છે, તે જબરદસ્તીથી પોતાની ડોગી (ફીમેલ) સાથે આ તેના કૂતરાની મેટિંગ કરાવવા માગતો હતો.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version