Site icon News Continuous Bureau | Mumbai

કાળા જાદુ માટે મગરનાં બચ્ચાંની તસ્કરી કરતો શખસ થાણેમાંથી રંગે હાથે પકડાયો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

થાણે પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કાળા જાદુના હેતુસર મગરોના બચ્ચાની તસ્કરી કરી રહેલા 28 વર્ષીય વ્યક્તિ પાસેથી મગરનાં સાત બચ્ચાંને જીવિત બચાવી લીધાં છે. થાણેના ઍન્ટી-એક્સ્ટર્શન સેલના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય શિંદેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કેતેમને એક વ્યક્તિ વિશે બાતમી મળી હતી જે મગરનાં બચ્ચાંઓની તસ્કરી કરતો હતો. પોલીસે વન વિભાગના અધિકારીઓ સાથે થાણેના રેતી બંદર પાસે છટકું ગોઠવ્યું હતું અને આરોપીને રંગે હાથે પકડ્યો હતો.

આરોપી સકલેન સિરાજુદ્દીન ખાતીબ, મુમ્બ્રાનો રહેવાસી છે. પોતાના નિવેદનમાં ખતીબે કહ્યું છે કે કેટલાંક સ્થળોએ કાળા જાદુમાં બૅબી મગરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમણે મને મગરના બચ્ચાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. આ સાત બાળક મગરની કુલ કિંમત 2,86,000 રૂપિયા છે. પોલીસે આરોપી પાસેથી આ બૅબી મગરનો કબજો લીધો છે.

મુંબઈ પોલીસનો આ વિભાગ બંધ થવાને આરે; હાલ પ્રમુખ વગર ચાલે છે વિભાગ, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે બચાવવામાં આવેલા આ બૅબી મગરને જંગલમાં લઈ જવામાં આવશે અને મુક્ત કરવામાં આવશે. પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે “અમને શંકા છે કે તે એક મોટા નેક્સસનો ભાગ છે. કોઈ આ આરોપીને મગર પકડવા અને એની તસ્કરી કરવામાં મદદ કરી રહ્યું છે. આ કેસમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે."

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version