Site icon

નાની ઉંમરે મોટી સિદ્ધિ. ઓટીઝમથી પીડાતી કિશોરી જિયા રાય સ્વિમિંગ કરીને શ્રીલંકાથી તમિલનાડુ પહોંચી. બનાવ્યો નવો રેકોર્ડ 

News Continuous Bureau | Mumbai

ઓટિઝમથી પીડિત કિશોરી જિયા રાયે શ્રીલંકાથી તામિલનાડુ સુધી 13 કલાકમાં સ્વિમિંગ કરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.  જિયા રાયે રવિવારે ભારતના પાડોશી દેશ શ્રીલંકાના થલાઈમન્નાર બસ્તીથી તમિલનાડુના ધનુષકોડી સુધીની સફર 13 કલાકમાં પાર કરી હતી. મુંબઈની 13 વર્ષની જિયા રાય ભારતીય નેવી ઓફિસરની પુત્રી છે.

Join Our WhatsApp Community

જિયા રાય ઓટીઝમ અંગે જાગૃતતા લાવવા માટે 29 કિમી અંતરનું સ્વિમિંગ કર્યું હતું. આ કિશોરીને પહેલેથી જ અધિકારીઓ તરફથી ઈમિગ્રેશન મંજૂરી મળી ગઈ હતી. જિયા રાયે સવારે 4.15 વાગે પોતાની સફર શરૂ કરી હતી અને સાંજે 5.20 સુધીમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચી હતી. જિયા રાયના પિતા મદન રાયે મીડિયાને જણાવ્યું કે તેના માટે પહેલા ત્રણ કલાક તરવું મુશ્કેલ હતું. મારી પુત્રી ઓટિઝમથી પીડાય છે અને બોલવાની ક્ષમતા ગુમાવી બેઠી છે.' રાયે કહ્યું કે તે આને એક મોટી ઉપલબ્ધિ માને છે.

આ સમાચાર પણ વાંચો : શું ભારતમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે? સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. 

ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી, સ્વિમર જિયા રાયનું ઉત્સાહી ભીડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલનાડુના પોલીસ વડા સિલેન્દ્ર બાબુએ કિશોરીનું સન્માન કર્યું હતું. બાબુએ પાક જળમડરૂમધ્યે(નાળા) આ સ્વિમિંગને સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ગણાવી હતી. તેમણે કહ્યું કે 'અહીં મિલ્ક શાર્ક નામની ખતરનાક માછલીનું રહેઠાણ છે. તેમ જ, અહીં ઘણી જેલીફિશ પણ છે. પાક જળમડરૂમધ્યમાં દિવસ કરતાં રાત્રે તરવું ખૂબ સરળ છે.  

જોકે, જિયા રાય માટે રેકોર્ડ બનાવવો એ કોઈ નવી વાત નથી. 2020માં, જિયા રાય મુંબઈના બાંદ્રા-વરલી સી લિંકથી ગેટવે ઑફ ઈન્ડિયા સુધી તરીને લગભગ 9 કલાકમાં 36 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જીયા રાયને 2022નો વડાપ્રધાન રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે ભારતમાં બાળકો માટેનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version