Site icon

મુંબઈ આમ આદમી પાર્ટીનું જોરદાર ગતકડું. રણબીર અને આલિયાના લગ્નને ચુંટણીના મુદ્દા સાથે જોડી દીધું. પણ કેવી રીતે. જાણો અહીં..

News Continuous Bureau | Mumbai 

પંજાબ(Punjab)માં મળેલી સફળતા બાદ આમ આદમી પાર્ટી(AAP) જોરદાર સક્રિય થઈ ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC Election)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPની મુંબઈ વિંગ પણ મુંબઈ(Mumbai)ના જુદા જુદા મુદ્દાઓને લઈને સક્રિય થઈ ગઈ છે. તાજેતરમાં બોલિવૂડ સ્ટાર્સ(Bollywood) રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Ranbir Kapoor- Alia Bhatt marriage)ના લગ્નને AAPએ ચૂંટણી મુદ્દા સાથે જોડી દીધું હતું.

Join Our WhatsApp Community

AAPનું એક ટ્વિટ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. AAPની મુંબઈ વિંગ દ્વારા રણબીર-આલિયાના લગ્નમાં આવનાર મહેમાનોની યાદી અંગે ટ્વીટ કરવામાં આવ્યું છે. જોકે, વાસ્તવમાં પાર્ટીનું આ ટ્વીટ કોઈ અન્ય હેતુ માટે હતું.  

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Ranbir Kapoor- Alia Bhatt marriage)ના લગ્નના ન્યુઝને લઈને ચાહકોએ એક એક ખબર જાણવા રીતસરના તૂટી પડયા હતા. તેનો ફાયદો લઈને AAPની મુંબઈ વિંગે રણબીર અને આલિયાના તસવીર સાથેનું એક ટ્વિટ કર્યું હતું. ટ્વીટમાં પાર્ટીના ઈન્સ્ટાગ્રામ પર એક લિંક આપતા લખ્યું હતું- 'વેડિંગ ગેસ્ટ લિસ્ટ(wedding guest list)માં કોણ સામેલ થયું તે જોવા માટે આ લિંક પર ક્લિક કરો'. ઇન્સ્ટાગ્રામ(Instagram) ની લિંક ખોલવા પર લખવામાં આવ્યું છે – 'ગેસ્ટ લિસ્ટ લીક થયું..' ચેક કરવા માટે ફોટો સ્વાઇપ કરો.

 આ સમાચાર પણ વાંચો : આ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે કે પછી પંજાબના? મુખ્યમંત્રી માનને બાજુ પર રાખીને જાતે આ કામ કરી લીધું, હવે વિપક્ષના નિશાના પર.  

અને ફોટો સ્વાઈપ કરવા પર રણબીર-આલિયા(Ranbir Kapoor- Alia Bhatt marriage)ના લગ્નના ગેસ્ટ લિસ્ટની જગ્યાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન  ઉદ્ધવ ઠાકરેનો ફોટો જોવા મળે છે. વાસ્તવમાં, AAPએ સીએમ ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવવા માટે આ અનોખી પદ્ધતિ અપનાવી હતી.   

ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા આમ આદમી પાર્ટી(AAP)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે 1500 કરોડ ખર્ચ્યા પછી પણ BMC મીઠી નદીની સફાઈથી દૂર છે. 

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Exit mobile version