Site icon

Abhishek Ghosalkar Firing Case : જો હવે કોઈ માણસ મને કાલે મિટીંગ માટે બોલાવે અને ત્યાં ગોળીબાર થાય તો શું? અજિત પવારનો વિપક્ષને સણસણતો સવાલ..

Abhishek Ghosalkar Firing Case : દહિસરમાં ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ મામલામાં હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે..

Abhishek Ghosalkar Now what if a man calls me to a meeting tomorrow and there is a shooting Ajit Pawar's question to the opposition..

Abhishek Ghosalkar Now what if a man calls me to a meeting tomorrow and there is a shooting Ajit Pawar's question to the opposition..

News Continuous Bureau | Mumbai 

Abhishek Ghosalkar Firing Case: મુંબઈના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ( Abhishek Ghosalkar ) ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ મામલામાં હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ( Ajit Pawar ) પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. અજિત પવાર આજે પુણેની મુલાકાતે છે. તેઓ પુણેમાં ( Pune ) એરપોર્ટ ટર્મિનલનું નિરીક્ષણ કરતી વખતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ કોઈ પણ શહેરમાં ન બને તે માટે તપાસ યોગ્ય રીતે થવી જોઈએ. 

Join Our WhatsApp Community

આ મામલે વધુ વાત કરતા તેમણે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં વિવિધ કારણોસર ગોળીબાર ચાલી રહ્યો છે. અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી તે કેસની યોગ્ય તપાસ થવી જોઈએ. વિપક્ષ ( opposition ) આ મુદ્દે સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેઓ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અજિત પવારે એમ પણ કહ્યું કે વિપક્ષ આ મુદ્દે સરકારની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરશે. હું કોઈપણ પ્રકારના ગુનાને સમર્થન આપતો નથી. તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે આ મામલે સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

 મહારાષ્ટ્રમાં જમીન વિવાદ, અગાઉની દુશ્મનાવટ જેવી બાબતોમાં ( firing ) ગોળીબારનું આ ત્રીજું પ્રકરણ છેઃ અજીત પવાર..

મિડીયા સાથે વાત કરતા અજીત પવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ( Maharashtra ) જમીન વિવાદ, અગાઉની દુશ્મનાવટ જેવી બાબતોમાં ગોળીબારનું આ ત્રીજું પ્રકરણ છે. અભિષેક ઘોસાલકરની હત્યા મામલે વિપક્ષ આક્ષેપો કરશે, પરંતુ આ ત્રણેય ઘટનાઓ પર નજર કરીએ, તો અલગ-અલગ કારણોસર ત્રણેય ઘટનામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં આવા ગુના ન થવા જોઈએ, આ ઉપરાંત ખાનગી પિસ્તોલમાંથી આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેથી હવેથી પિસ્તોલ આપતી વખતે તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે કે નહીં તેની કાળજી લેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ કેસમાં યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Central Park Inauguration: થાણેનો ધ ગ્રાન્ડ સેન્ટ્રલ પાર્ક હવે આ નવા નામ સાથે ઓળખાશે, એકનાથ શિંદે કરી ઉદ્દઘાટન સમયે ધોષણા..

નોંધનીય છે કે, શિવસેના ઠાકરે જૂથના ( UBT ) નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર અને ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરને આંતરિક વિવાદના કારણે પેટમાં ગોળી મારવામાં આવી હતી. આ ઘટના ગઈકાલે (8 ફેબ્રુઆરી) સાંજે સાડા આઠ વાગ્યાની આસપાસ દહિસરમાં બની હતી. મોરિસ નોરોન્હા તરીકે ઓળખાતા હત્યારાએ અભિષેક ઘોસાલકર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અભિષેકની હત્યા કર્યા પછી મોરિસે પોતાના ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ અગાઉના આંતરિક વિવાદને કારણે આ ગોળીબાર થયો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં હવે માહિતી સામે આવી રહી છે કે મુંબઈ પોલીસે આ કેસમાં બે લોકોની અટકાયત કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version