Site icon News Continuous Bureau | Mumbai

AC Coach Thief Arrested એસી કોચમાં ચોરી કરતો રીઢો ચોર પનવેલ રેલ્વે સ્ટેશનથી ઝડપાયો, ૨૬.૩૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

AC Coach Thief Arrested મુંબઈ રેલ્વે પોલીસ (GRP) ની સતર્કતાથી લાંબા અંતરની ટ્રેનોના એસી કોચને નિશાન બનાવતા કુખ્યાત ચોરની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી લાખોના સોનાચાંદીના દાગીના મળી આવ્યા છે.

AC Coach Thief Arrested  એસી કોચમાં ચોરી કરતો રીઢો ચોર પનવેલ રેલ્વે સ્ટેશનથી ઝડપાયો, ૨૬.૩૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

AC Coach Thief Arrested એસી કોચમાં ચોરી કરતો રીઢો ચોર પનવેલ રેલ્વે સ્ટેશનથી ઝડપાયો, ૨૬.૩૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

AC Coach Thief Arrested મુંબઈ રેલ્વે પોલીસ (GRP) દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન પનવેલ રેલ્વે સ્ટેશન (Panvel Railway Station) પરથી એક મોટી સફળતા મળી છે. લાંબા અંતરની ટ્રેનોના એસી કોચને લક્ષ્ય બનાવી મુસાફરોના કિંમતી દાગીના ચોરતા એક કુખ્યાત ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ ૨૬.૩૧ લાખ રૂપિયાની કિંમતના સોનાચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે, જે તેણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની નજર ચૂકવીને ચોર્યા હતા.

AC Coach Thief Arrested – મંગળા લક્ષદ્વીપ એક્સપ્રેસમાંથી શંકાસ્પદ હાલતમાં પકડાયો આરોપી

ઘટનાના દિવસે પનવેલ સ્ટેશને આવી પહોંચેલી મંગળા લક્ષદ્વીપ એક્સપ્રેસ (Mangala Lakshadweep Express) ના એસી કોચમાંથી એક શખ્સ અત્યંત ગભરાયેલી હાલતમાં નીચે ઉતર્યો હતો. પોલીસકર્મીઓને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા તાત્કાલિક તેને રોકીને તલાશી લીધી હતી. તેની બેગની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા દાગીના અંગે સંતોષકારક ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે તે કોઈ જવાબ આપી શક્યો નહીં, જેથી પોલીસે તેને તાત્કાલિક કસ્ટડીમાં લીધો હતો.

AC Coach Thief Arrested – દેશભરમાં ૩૯થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનો ખુલાસો

પનવેલ પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ કડક પૂછપરછ હાથ ધરવામાં આવતાં આરોપીએ ટ્રેનોના એસી કોચમાં લાંબા સમયથી ચોરીઓ કરતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે આ કુખ્યાત ચોર સામે દેશભરની વિવિધ રેલ્વે પોલીસ (Railway Police) માં એસી કોચમાંથી બેગ ચોરી કરવાના ૩૯ કરતાં વધુ ગંભીર ગુનાઓ અગાઉથી જ નોંધાયેલા છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કડક કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે.

AC Coach Thief Arrested – નેત્રાવતી એક્સપ્રેસની ચોરીનો ભેદ ઉકેલાયો, ગોવા પોલીસને સોંપાયો

પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલની સઘન તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે આ ચોરાઉ દાગીના અગાઉ નેત્રાવતી એક્સપ્રેસ (Netravati Express) માંથી ચોરાયા હતા. આ મા અંગે મડગાંવ (ગોવા) કૌંકણ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલો હતો. પનવેલ પોલીસે આ રીઢા ચોરની ધરપકડ કર્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે તેને ગોવા પોલીસ (Goa Police) ને સુપરશોર્ટ કરી દીધો છે.

👉 આ સમાચાર વાચો:
LED Light Face Mask Skincare એલઇડી લાઈટ ફેસ માસ્ક શું છે? ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે સેલેબ્સ પણ કેમ કરે છે તેનો ઉપયોગ?

Mumbai Airport Gold Seizure DRI બઈ એરપોર્ટ પર DRI ની મોટી કાર્યવાહી; ₹૩.૪૭ કરોડના ગેરકાયદેસર સોના સાથે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ સહિત ૫ લોકોની ધરપકડ
Missing Senior Citizen Reunited Charkop ચારકોપમાંથી ગુમ થયેલા ૭૬ વર્ષીય વૃદ્ધા હેમખેમ મળી આવ્યા પોલીસે પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલાન!
Steel Theft Accused Arrested Wada ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ₹૩.૧૫ લાખના સ્ટીલની ચોરી કરનારા બે આરોપી ઝડપાયા ૫,૧૮૦ કિલો રાઉન્ડ બાર જપ્ત!
Mumbai Airport Gold Smuggling એરલાઇન સ્ટાફ જ નીકળ્યો સ્મગલર! મુંબઈ એરપોર્ટ પર ૧.૮૩ કરોડનું સોનું પકડાતાં હડકંપ જાણો ટ્રાન્ઝિટ રૂટ પર કેવી રીતે ચાલતી કાળી કમાણી?
Exit mobile version