Site icon

મુંબઈ: ગરમીની મોસમમાં એર કન્ડિશન ટ્રેનમાં તાંત્રિક અડચણ, 11 ફેરીયો રદ કરવામાં આવી, મુસાફરો પરેશાન

એસી લોકલ ટ્રેન મુંબઈઃ મુંબઈ અને મહારાષ્ટ્રમાં તાપમાનમાં વધારો થયો છે. મુંબઈમાં ગરમીના વધારાને કારણે વીજળીની માંગ વધી છે. આવી ગરમીમાં એસી લોકલને મુંબઈકરોનો સહારો છે. પરંતુ દિવસભરની કાળઝાળ ગરમીમાં એસી લોકલના 11 ફેરા કેન્સલ કરવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી.

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવેની એસી લોકલના પાસ અને ટિકિટ ધારકોને શુક્રવારે બે એસી લોકલ ટ્રેનોમાં ટેકનિકલ ખામીને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. દિવસ દરમિયાન સ્લો-ફાસ્ટ રૂટ પર 11 એસી લોકલ ટ્રેનો રદ થવાથી ટિકિટ ધારકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Join Our WhatsApp Community

વધતી ગરમીને કારણે મધ્ય અને પશ્ચિમ રેલવેની એસી લોકલની ભારે માંગ છે. વિરારથી ચર્ચગેટ સુધીની ધીમી એસી લોકલને એર કન્ડીશનીંગ સિસ્ટમથી ઓછી ઠંડકની ફરિયાદને કારણે મીરારોડ સ્ટેશન પર સવારે 9.02 વાગ્યે ટ્રેન રોકવામાં આવી હતી. ટેકનિકલ મુશ્કેલીના કારણે એક કોચના બે દરવાજા બંધ કરી ખોલવામાં આવ્યા હતા અને સમારકામ માટે ટ્રેનને મહાલક્ષ્મી સ્ટેશન પર લાવવામાં આવી હતી. સમારકામ પછી, એસી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી અને દરવાજા બંધ થયા બાદ ટ્રેનને ચર્ચગેટ તરફ ખસેડવામાં આવી હતી, એમ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ મીડિયા હાઉસ ને જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:   મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..

કારશેડનું નિરીક્ષણ કરતી વખતે, રેલ્વે અધિકારીઓએ જોયું કે અન્ય તકનીકી ખામી હતી. આ ટ્રેન ફાસ્ટ ટ્રેક પર દોડવા જઈ રહી હતી. ફોલ્ટ સમયસર રીપેર ન થતાં આ ટ્રેનને પેસેન્જર સેવામાં નહીં દોડાવવાનો નિર્ણય લેવાયો હતો. પરિણામે, સાત એસી ફાસ્ટ લોકલ ફેરા રદ કરવામાં આવ્યા હતા. દરમિયાન, શુક્રવારે મોડી રાત સુધી આ બંને લોકલમાં ખામી સુધારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, એમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.

 

 

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version