Site icon

ગજબ કે’વાય હો.. મુંબઈની એસી ટ્રેનમાં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ, મુસાફરોની સંખ્યા અધધ આટલા કરોડને પાર

મુંબઈગરા(Mumbaikars)ઓ હવે ધીમે ધીમે એસી લોકલ (AC local Train) તરફ વળી રહ્યા છે. લોકલ ટ્રેનની જેમ હવે એસી લોકલ ટ્રેનમાં પણ મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

AC train ridership on Central Railways suburban Mumbai services crosses 1 crore

ગજબ કે’વાય હો.. મુંબઈની એસી ટ્રેનમાં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ, મુસાફરોની સંખ્યા અધધ આટલા કરોડને પાર

News Continuous Bureau | Mumbai

મુંબઈગરા(Mumbaikars)ઓ હવે ધીમે ધીમે એસી લોકલ (AC local Train) તરફ વળી રહ્યા છે. લોકલ ટ્રેનની જેમ હવે એસી લોકલ ટ્રેનમાં પણ મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એસી લોકલ ટ્રેનમાં સવાર અને સાંજના પીકઅવર્સ દરમિયાન ભારે ભીડ(Rush) જોવા મળી રહી છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધીમાં એસી લોકલ મુસાફરોની સંખ્યા એક કરોડ સુધી પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Community

એર-કન્ડિશન્ડ (AC) લોકલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે, રેલવે મંત્રાલયે મે 2022 થી દૈનિક ટિકિટ ભાડામાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. તેથી એસી લોકલમાં મુસાફરોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. વધુમાં, મધ્ય રેલવેએ સપ્ટેમ્બર 2022 થી વધારાના ભાડાની ચુકવણી પર પ્રથમ વર્ગના ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક સીઝન ટિકિટ ધારકોને એર-કન્ડિશન્ડ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત એસી લોકલની ટ્રીપ પણ વધારી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  ચિંતા વધી! મુંબઈ એરપોર્ટ પર એક બે નહીં પણ આટલા મુસાફરો કોરોના પોઝિટિવ જણાયા, બે દર્દીઓ તો BQ.1.1થી સંક્રમિત..

મહિનો – મુસાફરોની સંખ્યા

એપ્રિલ 2022 – 5 લાખ 92 હજાર 836

મે 2022 – 8 લાખ 36 હજાર 500

જૂન 2022 – 11 લાખ 3 હજાર 969

જુલાઈ 2022 – 10 લાખ 79 હજાર 50

ઓગસ્ટ 2022 – 12 લાખ 37 હજાર 579

સપ્ટેમ્બર 2022 – 13 લાખ 82 હજાર 806

ઓક્ટોબર 2022 – 12 લાખ 74 હજાર 409

નવેમ્બર 2022 – 12 લાખ 53 હજાર 896

ડિસેમ્બર 2022 – 12 લાખ 39 હજાર 419

Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Exit mobile version