બીએમસીના અતિરિક્ત કમિશ્નર સુરેશ કકાનીએ કહ્યું કે અમે અંદાજો લગાવી રહ્યા છીએ કે આવનારા 15 દિવસમાં મામલા વધી શકે છે. એટલા માટે શહેરમાં કોવિડ -19માં વૃદ્ધિને સમજવા માટે આવનારા 2 અઠવાડિયા જરૂરી રહેશે.
મુંબઈમાં ગત 2 દિવસમાં 700થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે અઠવાડિયાની શરુઆતમાં આ આંકડો 500થી નીચે હતો.
નાગપુરમાં પ્રતિબંધનો દોર પાછો આવી ગયો છે. અહીં હોટલોને 50 ટકા ક્ષમતાથી ચલાવવાની પરવાનગી મળી છે.
જયારે કે 20થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.