Site icon

અદાણીએ મુંબઈ ઍરપૉર્ટનો તાબો શું લીધો MNS પછી કૉન્ગ્રેસ અને શિવસેનાએ પણ અનાપશનાપ બયાનો આપ્યાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

અદાણી ગ્રુપે મુંબઈ ઍરપૉર્ટના સંચાલનનું સુકાન સંભાળ્યા બાદ સમાચાર વહેતા થયા હતા કે હવે અદાણી ગ્રુપે ઍરપૉર્ટના હેડક્વાર્ટરને મુંબઈથી અમદાવાદ સ્થળાંતરિત કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ બાદમાં અદાણી ગ્રુપે ટ્વીટ કરી આ સમાચારને રદિયો આપ્યો હતો. જોકેસમાચાર આવતાંની સાથે રાજકીય વાવાઝોડું ખડું થવાની શરૂઆત થઈ ગઈ હતી.

દરમિયાન સૌપ્રથમ ઉગ્ર નિવેદન રાજઠાકરેની પાર્ટી MNSએ આપ્યું હતું. મનસે (MNS)ના નેતા નીતિન સરદેસાઈએ મીડિયાને કહ્યું હતું કે ઍરપૉર્ટ મુંબઈમાં જ છે માત્ર સંચાલનનો અધિકાર અદાણી ગ્રુપ પાસે ગયો છે. જો અમને ચિડાવવા માટે કોઈ ગરબા કરશે તો અમે પણ ઝિંગાટ કરીશું.ત્યાર બાદ કૉન્ગ્રેસ પણ આ મામલે પાછળ રહી ન હતી. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે અમે મુંબઈ ઍરપૉર્ટના હેડક્વાર્ટરને મહારાષ્ટ્રના હકમાંથી છીનવવા દઈશું નહિ. આ નિર્ણય વિરુદ્ધ આંદોલન કરીશું.

તો શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ આ બાબતે ચીમકી ઉચ્ચારી હતી. રાઉતે મીડિયાને કહ્યું હતું કે મુંબઈ ઍરપૉર્ટનું નામ છત્રપતિ શિવાજી મહારાજ છે. આ મહારાષ્ટ્રની રાજધાનીમાં છે. જો કોઈ કંઈ કરવાનું વિચારી રહ્યું હોય તો છત્રપતિ શિવાજી મહારાજનું નામ વાંચી લે.

ઓક્સિજન મુદ્દે આપેલા નિવેદન પર મહારાષ્ટ્ર સરકારના આ નેતાએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર ; કહ્યું  મોદી સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ કારણ કે….

આમ અદાણી ઍરપૉર્ટ જ્યાં સુધી GVK નામની મલ્ટિનૅશનલ કંપની પાસે હતું, ત્યાં સુધી કોઈપણ પક્ષે આંગળી ઊંચકી ન હતી, પરંતુ એક ભારતીય અને ગુજરાતી માણસના હાથમાં આવતાં આ તમામ રાજકીય પક્ષોનું મોઢું દીવેલ પીધેલા જેવું થઈ જાય છે. એથી જ તેઓ આવા નિવેદન આપે છે.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version