Site icon News Continuous Bureau | Mumbai

શું વરસાદ માણવા બીચ પર જવા માંગો છો-તો નહીં જતા- એલર્ટ અને વરસાદી તોફાનને કારણે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે-જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ભરતી(Tide) સમયે દરિયા કિનારા(Seaside) પર જવું જોખમને આમંત્રણ આપવા જેવું છે. છતાં નજર બહાર દરિયા કિનારા પર બીચ પર પહોંચી જનારા અવળચંડા લોકોને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને(BMC Administration) મુંબઈની સાત ચોપાટીઓ(Beaches) પર ફાયરબ્રિગેડના(Firebrigade) વધારાના 40 જવાનને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.

જૂન મહિનો કોરો ગયા બાદ હવે અષાઢી મહિનામાં ચોમાસુ(Monsoon) પોતાની તમામ કસર જાણે પૂરી કરતો હોય તેમ મુશળધાર વરસી(Heavy rainfall) રહ્યો છે. આ દરમિયાન  રેડ(Red alert) અને ઓરેન્જ એલર્ટ(Orange alert) હોય ત્યારે મુંબઈની ચોપાટી પર પર્યટકોને દિવસના સમય પર જવા પર પ્રશાસને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આગામી આખુ અઠવાડિયું દરિયામાં મોટી ભરતી છે. મોજા 4.50 મીટરથી પણ ઊંચા ઉછળવાના છે. તેથી જોખમને ધ્યાનમાં રાખીને તેમ જ કોઈ પણ પ્રકારના હોનારતને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડ પોતાના વધારાના 40 જવાનોને મુંબઈના સાત બીચ પર તહેનાત રાખવાની હોવાનું મુંબઈ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર હેમંત પરબે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : પ્રવાસી માટે સુવિધા કે દુવિધા-એસી લોકલનો દરવાજો જ ના ખુલતા પ્રવાસીઓની થઈ આવી હાલત-જુઓ વિડિયો-જાણો વિગત

હાલ મુંબઈની સાત ચોપાટીઓ પર 94 લાઈફ ગાર્ડ(Lifeguard) તૈનાત છે. છતાં ચોમાસું અને ભરતીને ધ્યાનમાં(Hightide) રાખીને પ્રશાસને વધારાના ફાયરબ્રિગેડને જવાનને તહેનાત કરવાની છે. સાત બીચમાં ગિરગામ, દાદર,માહીમ, જૂહુ વર્સોવા, આક્સા અને ગોરાઈ બીચનો સમાવેશ થાય છે.

અહીં   ઉલ્લેખનીય છે જે જૂનથી લઈને અત્યાર સુધી ચોપાટીઓ પર થયેલી જુદી જુદી દુર્ઘટનામાં સાત લોકોના મોત થઈ ચૂક્યા છે.
 

Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Exit mobile version