ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈ શહેરના મલાડ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર નું ઉદ્ઘાટન કરવા આવેલા મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન ટેકનોલોજી કેટલીક ઉપયોગી થઇ શકે છે તે સમજી શકાયું છે. આ કારણથી આવનાર સમયમાં શાળામાં જનાર તમામ બાળકને એક ટેબ્લેટ આપવું જોઈએ. તેમણે પોતાની આ યોજના વિશે વધુ ખુલાસો કર્યો નહીં પરંતુ એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર આવતાં દિવસમાં આ સંદર્ભે કોઈ પગલાં લેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મુંબઈ શહેરની અંદર દવા લેવા માટે મહાનગરપાલિકાની ક્લિનિક બે કિલોમીટરના અંતરે હોય તે યોગ્ય નથી. આ સંદર્ભે વહેલામાં વહેલી તકે મોટી સંખ્યામાં ક્લિનિક બાંધવાની જરૂર છે.
અજિત પવારની મુશ્કેલીઓ વધી; કિરીટ સોમૈયાએ તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા પ્રસ્તુત કર્યા