Site icon

લો બોલો-કોર્ટે સ્પષ્ટ ભૂલ ગણાવી ડ્રગ્સ કેસમાં જેલમાં રહેલા વ્યક્તિને આખરે પાંચ વર્ષ બાદ મુક્ત કર્યો-જાણો શું છે સમગ્ર મામલો 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

વિશેષ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિકસ સબસ્ટેન્સ (NDPS) કોર્ટે એક ડ્રગ્સ કેસમાં(drugs case) “ચોક્કસ ભૂલો” કરવામાં આવી હતી અને આરોપી(Accused) તપાસ અધિકારીઓ(Investigating Officers) દ્રારા ક્ષતિનો લાભ() મેળવવા માટે હકદાર હોવાનું અવલોકન કર્યું હતું. આ પછી કોર્ટે 43 વર્ષના વ્યક્તિને ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. તેની ધરપકડ કરવાના પાંચ વર્ષ બાદ કોર્ટે(Court) તેને છોડ્યો છે.

પોલીસે આરોપ કર્યો હતો કે આરોપી સલીમ શેખ(Salim Sheikh) પાસેથી તેઓએ 110 ગ્રામ ડ્રગ્સ રિકવર(Drug recovery) કર્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પ્રોસિક્યુશનની(Prosecution) આગેવાની હેઠળના પુરાવાઓને સચોટ અને વિશ્વસનીય ગણી શકાય નહીં અને તેને છોડી મૂકવા માટે જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય- ચુસ્ત સિક્યોરિટી વચ્ચે પણ ધુતારુઓએ BKCના વેપારીના આટલા કરોડના મોંઘા 3 હીરાની કરી ચોરી-જાણો વિગત

કોર્ટે કહ્યું હતું કે  આરોપી સામેના કથિત ગુનાને વાજબી શંકાની બહાર સાબિત કરવા માટે ફરિયાદી નિષ્ફળ રહી છે અને આરોપી લાભ મેળવવા માટે હકદાર છે. તપાસ અધિકારીઓ ક્ષતિઓ અને ફરિયાદ પક્ષના પુરાવાઓમાં વિસંગતતાઓ હોવાનું પણ જણાય છે.

બાંદ્રા પોલીસે(Bandra Police) એવો આરોપ કર્યો હતો કે બાંદ્રા રિક્લેમેશન રોડનો(Bandra Reclamation Road) એક રહેવાસી પ્રતિબંધિત MD વેચતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. એ દરમિયાન 25 ડિસેમ્બર ,2017ના રોજ  અને લિયાકત સાંજે ચાર વાગે ગ્રાહકને MD વેચવા આપવાનો હોવાની માહિતી મળી હતી. શંકાના આધારે પોલીસે ઘટના સ્થળથી આરોપીને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી પીળા કલરના પદાર્થ પાકિટ મળી આવ્યા હતા. પોલીસે તેની સામે એફઆઈઆર(FIR) નોંધી હતી અને તેની ધરપકડ કરી હતી.
 

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version