Ghatkopar Hoarding Collapse: ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટમાં 63 કલાક પછી આખરે બચાવ કાર્ય પૂર્ણ, મૃતાંકનો આંકડો વધીને થયો 16, 70થી વધુ લોકો ઘાયલ..

Ghatkopar Hoarding Collapse: ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ ધરાશાયી થયા બાદ મોટા પાયે બચાવ કામગીરી યુદ્ધ ધોરણે હાથ ધરવામાં આવી હતી. જેમાં 63 કલાક સુધી બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું. આ ઘટનામાં 16 નાગરિકોના મોત થયા હતા અને 75 લોકો ઘાયલ થયા હતા.

After 63 hours in Ghatkopar hoarding disaster, rescue work finally completed, death toll rises to 16, more than 70 people injured

News Continuous Bureau | Mumbai

Ghatkopar Hoarding Collapse: મુંબઈમાં સોમવારે ભારે વરસાદ અને સુસવાટા ભર્યો પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડાથી મુંબઈકરોને ભારે ફટકો પડ્યો હતો. ઘાટકોપર વિસ્તારમાં ભારે પવનને કારણે પેટ્રોલ પંપ પર એક મોટું હોર્ડિંગ ધરાશાયી થઈ તૂટી પડ્યુ હતું. આ દુર્ઘટના બાદ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, મહાપાલિકાનું તંત્ર છેલ્લા 63 કલાકથી યુદ્ધ ધોરણે બચાવ કામગીરી ( rescue operations ) હાથ ધરી હતી. જો કે, હવે 63 કલાક બાદ રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. આ બાદ મહાપાલિકા ભૂષણ ગગરાણીએ ઘટના સ્થળનું આખરી નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ ઘટનામાં અત્યાર સુધી 16 લોકોના મોત થયા હતા. જ્યારે 70 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

Join Our WhatsApp Community

ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ ( Hoarding Collapse ) ધરાશાયી થયા બાદ મોટા પાયે બચાવ કામગીરી યુદ્ધ ધોરણે હાથ ધરવામાં આવી હતી. જેમાં 63 કલાક સુધી બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું. આ ઘટનામાં 16 નાગરિકોના મોત થયા હતા અને 75 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં આજે સવારે મનોજ ચાન્સોરિયા (ઉંમર 60), અનિતા ચાન્સોરિયા (ઉંમર 59)ના મૃતદેહ મળી આવ્યા હતા. જો કે, હોર્ડિંગ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે 25 તબીબી અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે 75 કર્મચારીઓ ઘટનાસ્થળે તૈનાત રહ્યા હતા. તેમજ ઘટનાસ્થળે 10 જેસીબી, 10 ટ્રક, 5 પોકલેન, 2 ગેસ કટર ટીમ, 2 હાઇડ્રોલિક ક્રેન્સ, 50 મેટ્રો અને MMRD કર્મચારીઓ અથાક મહેનત કરી હતી.

After 63 hours in Ghatkopar hoarding disaster, rescue work finally completed, death toll rises to 16, more than 70 people injured

After 63 hours in Ghatkopar hoarding disaster, rescue work finally completed, death toll rises to 16, more than 70 people injured

 

 Ghatkopar Hoarding Collapse: આ દુર્ઘટના કઈ રીતે થઈ આ માટે તપાસ ટીમ પણ નિયુક્ત કરાઈ છે..

રાજ્ય સરકારે આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આ દુર્ઘટના કઈ રીતે થઈ આ માટે તપાસ ટીમ પણ નિયુક્ત કરાઈ છે. જેમાં એશિયાનું સૌથી વિશાળ બિલબોર્ડ કઈ રીતે પડ્યું તે તેની તપાસ હાથ ધરવામાં આવશે. જો કે, આ હોર્ડિંગ કોન્ટ્રાક્ટનો માલિક ભાવેશ ભીંડે હજુ સુધી ફરાર છે. મુંબઈ પોલીસની સાત ટીમ તેને શોધી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Malvani Poisonous Liquor Case: મલાડના ઝેરી દારુ કેસમાં, કોર્ટે 4 ગુનેગારોને 10 વર્ષની જેલની સજા ફટકારી, 100થી વધુ લોકોના થયા હતા મોત..

આ ઘટનામાં મુંબઈ મહાપાલિકા ભૂષણ ગગરાણીએ આજે ​​સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. BMC કમિશનર ભૂષણ ગગરાણીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે બાકી છે તે હોર્ડિંગ્સનો કાટમાળ. જો કે, હવે તેની નીચે કોઈ ફસાયું નથી. એનડીઆરએફ, બીપીસીએલ, એમએમઆરડીએ, ફાયર બ્રિગેડ, બીએમસીની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બધાએ બચાવ કામગીરીનું યોગ્ય રીતે સંકલન કર્યું હતું. 

After 63 hours in Ghatkopar hoarding disaster, rescue work finally completed, death toll rises to 16, more than 70 people injured

મુંબઈના તમામ અનધિકૃત હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો ( Ghatkopar Petrol pump ) હોર્ડિંગ્સ લગાવવાના નિયમોનું પાલન નહીં થયું હોય તેવા મામલામાં સીધી કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. રેલવેને પણ આ નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, રેલવેએ સંબંધિત હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મહાપાલિકાને સબમિટ કરવું રહેશે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version