Site icon

તહેવારો દરમિયાન મુંબઈમાં કોરોનાનું જોખમ વધ્યું: 90 દિવસ બાદ કેસમાં આટલો મોટો વધારોઃમુંબઈ મનપા થઈ એલર્ટ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

મુંબઈમાં ત્રીજી લહેર આવવાની શકયતા નહીં હોવાની રજૂઆત મુંબઈ મહાનગરપાલિકાએ હજી તો સોમવારે જ બોમ્બે હાઈકોર્ટમાં કરી હતી. ત્યાં તો બુધવારે મુંબઈમાં 624 કોરોનાના નવા કેસ નોંધાતા મુંબઈગરાઓનું જ નહીં પણ મુંબઈ મનપા પ્રશાસનનું પણ ટેન્શન વધી ગયું છે.  છેલ્લા 90 દિવસમાં બુધવારે સૌથી વધુ કેસ નોંધાતા મુંબઈ મહાનગરપાલિકા ફરી એલર્ટ થઈ છે. મુંબઈ પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ નવરાત્રી, દશેરા દરમિયાન મુંબઈમા કેસમાં વધારો થવાની શકયતા વ્યકત કરી છે. 

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધનવાન નથી, ફોર્બ્સની યાદીમાંથી પણ બહાર; જાણો વિગત

રાજયમાં એક તરફ કોરોનાના કેસમાં સકારાત્મક રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઈમાં કેસમાં વધારો થયો છે. નવરાત્રી અને દિવાળીમાં કોરોનાનો આંકડો હજી ઉપર ના જતો રહે તેની ચિંતા પાલિકાને સતાવી રહી છે. જોકે સત્તાવાર રીતે કેસમાં વધારા માટે ટેસ્ટિંગ વધારાનું જ કારણ પાલિકા આગળ કરી રહી છે. સુરેશ કાકાણીના કહેવા મુજબ વીક- ડેમાં ટેસ્ટિંગ વધારે હોય છે. તેથી કેસમાં પણ વધારો જણાય છે. જયારે વીકએન્ડમાં ટેસ્ટિંગ ઓછો હોવાથી કેસ ઓછા નોંધાતા હોય છે. અગાઉ 200થી 300ની આસપાસ નોંધાતા કેસમાં આટલો વધારો થયો છે. તેથી બે-ત્રણ દિવસ અમે તેનો અભ્યાસ કરશું  અને કેસમાં વધારો થવા માટે અન્ય કોઈ કારણ તો નથી તે જાણવાના પ્રયાસ કરશું.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version