Site icon

Dahisar Firing: અભિષેક ઘોસાલકરની હત્યા બાદ પિતા વિનોદ ઘોસાલકરનું પહેલું નિવેદન સામે આવ્યું…કહી આ મોટી વાત… જાણો વિગતેે..

Dahisar Firing: શિવસેનાના પૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની હત્યા બાદ અભિષેક ઘોસાલકરના પિતા વિનોદ ઘોસાલકરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. વિનોદ ઘોસાલકરે કહ્યું છે કે તેમના પુત્રની હત્યા વિશ્વાસઘાતથી કરવામાં આવી છે.

After Abhishek Ghosalkar's murder, father Vinod Ghosalak's first statement came out

After Abhishek Ghosalkar's murder, father Vinod Ghosalak's first statement came out

News Continuous Bureau | Mumbai 

Dahisar Firing: ઠાકરે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ( Abhishek Ghosalkar ) હત્યાએ સર્વત્ર હલચલ મચાવી દીધી છે. ગુરુવારે દહિસરમાં અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ આરોપી મોરિસ નોરોન્હાએ ( mauris noronha ) પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં હવે અભિષેક ઘોસાલકરના પિતા અને શિવસેનાના ઉપનેતા વિનોદ ઘોસાલકરે ( Vinod Ghosalkar ) પ્રતિક્રિયા આપી છે. વિનોદ ઘોસાલકરે આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. 

Join Our WhatsApp Community

નિવેદન મુજબ કહેવામાં આવ્યું છે કે, વિશ્વાસઘાત કરીને મારા પુત્ર અભિષેકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મારા પરિવાર માટે આ મોટો ઝટકો છે. અમારા પરિવાર પર દુ:ખનો પહાડ પડ્યો છે. દરમિયાન પાયાવિહોણા અને ખોટા આક્ષેપો કરીને મને, મારા પુત્રને અને મારા પરિવારને બદનામ કરવાની ભયાનક રીતભાત ચાલી રહી છે. આવા ખોટા આરોપોને સાંખી લેવામાં આવશે નહીં. શિવસેનાના ઉપનેતા વિનોદ ઘોસાલકરે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મારી અને મારા પરિવારની બદનામી તાત્કાલિક બંધ થવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Digital Fraud : મોદી સરકારની ડિજિટલ ફ્રોડ પર સર્જિકલ સ્ટ્રાઈક, આટલા લાખથી વધુ મોબાઈલ નંબર કર્યા બ્લોક, 3 લાખ સિમ થયા બ્લોક

સ્વર્ગસ્થ અભિષેક ઘોસાળકર પર લગાવવામાં આવેલા આરોપો એ અવિશ્વસનીય વાત છે: વિનોદ ઘોસાળકર..

બોરીવલીમાં ( Borivali ) શિવસેનાના ( Shivsena )  પૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ઘોસાલકર વિશે વાંધાજનક વાતો ફેલાવવામાં આવી રહી છે અને એક નિવેદન દ્વારા અભિષેકના પિતા વિનોદ ઘોસાલકરે આ ઘૃણાસ્પદ કૃત્ય રોકવાનો આદેશ જારી કર્યો છે. જેમાં તેમણે વધુમાં કહ્યું હતું કે, હું 1982થી રાજકારણમાં સક્રિય છું. શિવસેના પ્રમુખ હિંદુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના 80 ટકા રાજકારણ અને 20 ટકા સમાજકારણના સૂત્રને ચુસ્તપણે અનુસરુ છું. મેં અને મારા પુત્ર અભિષેકે સંપૂર્ણ નિષ્ઠાથી રાજકારણ અને સામાજિક કાર્યો કર્યા છે. નિષ્કલંકપણે અમે સામાજિક જીવનમાં ચાલીએ છીએ. અમારા પર કોઈ ડાઘ નથી. હું મુંબઈ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો. બાદમાં હું વિધાનસભામાં ચૂંટાયો. પુત્ર અભિષેક, પુત્રવધૂ તેજસ્વી પણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. અમને લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. અમે તેને ક્યારેય તિરાડ પડવા નથી દીધી. અમે જનતાની નિઃસ્વાર્થ સેવા કરી છે.

જો અમે કોઈ ગુનો કર્યો હોય અને તેના પુરાવા હોય તો કૃપા કરીને ફરિયાદ કરો પરંતુ ખોટા આક્ષેપો સહન કરવામાં આવશે નહીં. સ્વર્ગસ્થ અભિષેક ઘોસાળકર પર લગાવવામાં આવેલા આરોપો એ અવિશ્વસનીય વાત છે એમ, ઘોસાળકરે એક નિવેદનમાં વ્યક્ત કર્યું હતું.

Oil Smuggling Racket Mumbai: મુંબઈના મધદરિયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સર્જિકલ સ્ટ્રાઈક: આંતરરાષ્ટ્રીય ઓઇલ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 3 વિદેશી જહાજો ઝડપાયા.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Tragedy at Bandra Station: બાંદ્રા સ્ટેશન પર પથ્થરમારો: સામાન્ય ઝઘડામાં નિર્દોષ મુસાફરે એક આંખ ગુમાવી, યુપીના આઝમગઢનો હુમલાખોર ઝડપાયો.
Juhu Wildlife Raid: મુંબઈના જુહુમાંથી જીવતો મગર અને દુર્લભ કાચબો જપ્ત: વન્યજીવ તસ્કરીના આરોપમાં એકની ધરપકડ, વન વિભાગનો સપાટો.
Exit mobile version