Site icon

કાંદિવલીની સોસાયટીમાં ભારે હંગામો! નકલી વેક્સિનેશન સામે પોલીસ તપાસ શરૂ અને મુંબઈ મહાનગરપાલિકાએ આપ્યા આદેશ; જાણો લેટેસ્ટ ડેવલપમેન્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈના કાંદિવલી પરામાં હાઉસિંગ સોસાયટીમાં રાખવામાં આવેલા વેક્સિનેશન કૅમ્પમાં સોસાયટીના સભ્યો સાથે વેક્સિનના નામે છેતરપિંડીની થવાની વિગત બહાર આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા હરકતમાં આવી ગઈ છે. એક તરફ પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે તો બીજી તરફ પાલિકા પ્રશાસને તાત્કાલિક ધોરણે આ બનાવની તપાસ કરવાનો આદેશ આપી દીધો છે અને 48 કલાકમાં એનો અહેવાલ બહાર પાડવાની છે.

હીરાનંદાની હેરિટેજમાં 30 મેના વેક્સિનેશન કૅમ્પમાં અનેક ગડબડો હોવાની ફરિયાદ સોસાયટીના સભ્યોએ કરી હતી. સોસાયટીના સભ્યોના કહેવા મુજબ તેઓને પહેલાંથી થોડી શંકા ગઈ હતી. તેમનાં નામ કોવિન ઍપમાં નહોતાં તેમ જ તેમને વેક્સિન લેતાં સમયે ફોટો લેવાની પણ ના પાડવામાં આવી હતી. એટલું  જ નહીં, પહેલા ડોઝનાં સર્ટિફિકેટ પણ અલગ-અલગ હૉસ્પિટલનાં મળ્યાં હતાં. એથી તેમની શંકા વધુ મજબૂત બની હતી. સોસાયટીના સભ્યોએ તેમની સાથે થયેલી છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ તો નોંધાવી દીધી છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાના અને મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાની પૉલિસી સામે નારાજગી વ્યક્ત કરી છે. ફક્ત કાંદિવલીની જ નહીં, પરંતુ મુંબઈની આવી અનેક હાઉસિંગ સોસાયટીઓ વેક્સિનેશનમાં આ પ્રકારના ફ્રૉડનો ભોગ બની ચૂકી હોવાનું ધીમે-ધીમે સામે આવી રહ્યુ છે.

કાંદિવલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે મુંબઈમાં મોટા પ્રમાણમાં આવા વેક્સિનેશન કૅમ્પના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. વેક્સિનની અછત હોવાથી પાલિકાની હૉસ્પિટલમાં વેક્સિન નથી મળતી. એથી લોકો ખાનગી હૉસ્પિટલ મારફત વેક્સિનેશન માટે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આવી આખી એક ટોળકી જ આવા કામ કરી રહી છે જે વેક્સિન આપવાને નામે લોકોને ઠગી રહી છે. એમાં બહુ ઉપર સુધી લોકો સંકળાયેલા હોવાની શંકા છે. કારણ કે વેક્સિનેશન કૅમ્પ રાખ્યા બાદ આ લોકો મોટી-મોટી હૉસ્પિટલ જ નહીં, પણ પાલિકાના સેન્ટરમાં વેક્સિન લીધી હોવાનાં સર્ટિફિકેટ પણ આપી રહ્યા છે.

કાંદિવલીમાં થયું ફ્રોડ વેક્સિનેશન. જોરદાર હંગામો. લોકોને વેક્સિનની જગ્યાએ આપ્યું શું? સૌથી મોટો સવાલ

આ ચોંકાવનારા બનાવ બાદ જોકે મુંબઈ મહાનગર પાલિકા જાગી છે. એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે પૂરા બનાવની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. 48 કલાકમાં તેનો અહેવાલ આવશે. જોકે અમે હંમેશાથી કહેતા આવ્યા છે અને એ મુજબની માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી કે સોસાયટી જે પણ હોસ્પિટલ સાથે વેક્સિન માટે ટાઈ-અપ કરતી હોય તેની સાથે લેખિત કરાર કરે. ખાનગી હોસ્પિટલ સાથે ટાઈ અપ કરવા પાલિકાની મંજૂરીની આવશ્યકતા નથી પણ તેની જાણ પાલિકાને કરવી આવશ્યક છે. તેથી  જો ભવિષ્યમાં આવી છેતરપીંડી કરી હોવાનું જણાય તો પાલિકા તાત્કાલિક પગલાં ભરી શકે. 

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version