ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જુલાઈ, 2021
મંગળવાર
બિલ્ડિંગમાં થતા ગળતરની ફરિયાદનાં દસ વર્ષ બાદ એનો નિકાલ આવ્યો છે. બિલ્ડિંગમાં બહારની બાજુથી થતા ગળતરની સમસ્યા હોય તો એનું તાત્કાલિક સમારકામ કરીને એનું નિરાકરણ લાવવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીની કમિટીની છે, એવું તાજેતરમાં ચેમ્બુરમાં આવેલી અતુલ કૉ-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રકરણમાં કોર્ટે નોંધ્યું હતું. કોર્ટે સોસાયટીના બે પદાધિકારીને આ પ્રકરણમાં દોષી ઠરાવ્યા છે તેમ જ બિલ્ડિંગમાં આવેલી દુકાનના માલિકની ફરિયાદને અવગણવા બદલ હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ અને સેક્રેટરીને દસ-દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગળતરનું બે મહિનામાં સમારકામ નહીં કર્યું તો કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી રાખવાની ચીમકી પણ કોર્ટે આપી છે.
બોરીવલી RPFની ઉત્તમ કામગીરી; દસ તોલા સોનું ભરેલી બૅગને માત્ર બે કલાકમાં શોધી કાઢી, જાણો વિગત
આ પ્રકરણમાં ફરિયાદી દુકાનદારે દસ વર્ષ પહેલાં ગળતરની ફરિયાદ કરી હતી, પરંતુ એની ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવી રહ્યું હતું. છેવટે તેણે સોસાયટી અને સોસાયટીના અધ્યક્ષના વિરોધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની ફરિયાદ પ્રત્યે દસ વર્ષ સુધી દુર્લક્ષ કરીને સમારકામ નહીં કરવા બદલ કોર્ટે સોસાયટીના બે પદાધિકારીને દોષી ઠરાવ્યા હતા.