ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ફેબ્રુઆરી 2021
સામાન્ય રીતે ઇંધણના દર વધી ગયા બાદ મોંઘવારી વધી જતી હોય છે. જોકે ઇંધણ ખરીદનારાઓની સંખ્યા કે પછી ઇંધણની વેચાણ માત્રા માં કોઇ ઘટાડો નોંધાતો નથી. પરંતુ આ વખતે કંઈક નવું દેખાઈ રહ્યું છે.મળતી માહિતી મુજબ મુંબઇ શહેરમાં ઇંધણમાં ભાવ વધી ગયા બાદ ઇંધણના વેચાણમાં ૧૫ ટકા જેટલો ઘટાડો આવ્યો છે.
આ વેચાણમાં ઘટાડો પેટ્રોલમાં વધું જોવા મળ્યો છે જ્યારે કે ડીઝલ માં ઓછો. એવું લાગી રહ્યું છે કે લોકો સાર્વજનિક વાહનમાં પ્રવાસ કરી રહ્યા છે અથવા જરૂરત ન રહેતા પેટ્રોલ અને ડીઝલ ની ખરીદી નથી કરી રહ્યા.