Site icon

Mumbai: મુંબઈમાંથી ગુજરાતી વેપારીના અપહરણ બાદ પોલીસે આટલા જ કલાકમાં વેપારીને પુણેથી બચાવી લીધો, ત્રણની ધરપકડ.. જાણો વિગતે..

Mumbai: એલટી માર્ગ પોલીસના જણાવ્યા અનુસાર ધંધાકીય વિવાદને કારણે આ અપહરણ કરવામાં આવ્યુ હતું. આરોપીએ પીડીત સાથે મળીને કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. આરોપી અમદાવાદથી પીડીતને કાપડ સપ્લાય કરતો હતો અને આ બાદ વેપારી પૂણેમાં તેને સપ્લાય કરતો હતો.

After the kidnapping of a Gujarati businessman from Mumbai, the police rescued the businessman from Pune within an hour, three were arrested

After the kidnapping of a Gujarati businessman from Mumbai, the police rescued the businessman from Pune within an hour, three were arrested

 News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ પોલીસે ( Mumbai Police ) અપહરણના 24 કલાકમાં જ કાપડના વેપારીને અપહરણકર્તાઓથી સુરક્ષિત રીતે બચાવી લીધો હતો અને આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરી હતી. વાસ્તવમાં 30 વર્ષીય કાપડ વેપારીનું ( Businessman) 22 જુલાઈના રોજ ત્રણ લોકોએ મળીને અપહરણ કર્યું હતું. પોલીસે આ કેસમાં કપુરમ ઘાંચી, પ્રકાશ પવાર અને ગણેશ પાત્રા ની ધરપકડ કરી હતી

Join Our WhatsApp Community

એલટી માર્ગ પોલીસના જણાવ્યા અનુસાર ધંધાકીય વિવાદને કારણે આ અપહરણ ( Kidnapping ) કરવામાં આવ્યુ હતું. આરોપીએ પીડીત સાથે મળીને કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. આરોપી અમદાવાદથી પીડીતને કાપડ સપ્લાય કરતો હતો અને આ બાદ વેપારી પૂણેમાં ( Pune ) તેને સપ્લાય કરતો હતો. પીડીત અને મુખ્ય આરોપી કપુરી રામ ઘાંચી, બંને રાજસ્થાનના સિરોહીના રહેવાસી હતા અને સમય જતાં એકબીજાના મિત્ર બની ગયા હતા.

Mumbai: કાપડનો ઓર્ડર સમયસર ન પહોંચડાતા આ બનાવ બન્યો…

ઘાંચીની પુણેના કોંધવામાં બે દુકાનો છે, એક રેડીમેડ કપડાંની અને બીજી ડ્રેસ મટિરિયલની. કોવિડ દરમિયાન, પીડીતનો વ્યવસાય નિષ્ફળ ગયો હતો અને તે વચન મુજબ કાપડના ઓર્ડરની ડિલિવરી કરી શક્યો ન હતો. આ બાદ આરોપીએ જ્યારે પીડીતને આ અંગે કોલ કર્યા ત્યારે વેપારીએ ( Mumbai Businessman Kidnapping ) તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને તેને જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ ગુનામાં અન્ય ચાર સંડોવાયેલા હતા અને ઘાંચીને પીડીત મુંબઈમાં હોવાની જાણ થઈ હતી અને તેણે પૂણેના અન્ય મિત્રો સાથે મળીને પીડીતનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. 21 જુલાઈની સવારે, પીડીત તેના મિત્રો સાથે કાલબાદેવીના એક બારમાંથી પરત ઘરે માટે રસ્તા પર ચાલી રહ્યો હતો, ત્યારે તેને બળજબરીથી કાર બેસાડીને પુણે લઈ જવામાં આવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો  :  Mumbai: લ્યો બોલો, એક રેઈનકોટના કારણે થંભી ગયો પશ્ચિમ રેલ્વેનો વાહનવ્યવહાર; જાણો ચર્ચગેટ સ્ટેશન પર ખરેખર શું થયું?.. જુઓ વિડીયો.

 Mumbai:  24 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી…

આરોપીઓએ વેપારીને રસ્તામાં માર પણ માર્યો હતો. આ બાદ પીડિતના મિત્રોએ પોલીસ કંટ્રોલ રૂમની હેલ્પલાઈન પર સંપર્ક કરીને પોલીસને આ અંગે જાણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસ તપાસ કરતા પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા.તેમાં પોલીસને કારની નંબર પ્લેટ જોવા મળી હતી. જેથી પોલીસને ખબર પડી હતી કે તે પુણેની કાર છે. માલિક વિશે માહિતી એકત્ર કર્યા પછી, પોલીસ પુણે તરફ રવાના થયા. આ ઘટના બપોરે 1.50 વાગ્યે બની હોવાથી, અમે તરત જ તમામ પોલીસ ચેકપોઇન્ટને કારને રોકવા માટે એલર્ટ કર્યા હતા, પરંતુ કમનસીબે તેઓ કાર આ તમામ ચેક પોઈન્ટ ઓળંગી ગઈ હતી. તેથી પોલીસે આરોપીના ફોનનું લોકેશન પુણેના કોંધવા ખાતેની તેની દુકાનના પરિસરમાં ટ્રેસ કર્યું હતું. આ પછી 24 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે અપહરણ માટે ઉપયોગ લેવામાં આવેલી કાર પણ જપ્ત કરી હતી.

તો વેપારીને અપહરકર્તાના કબજામાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. જો કે, મારના કારણે વેપારીના ચહેરા પર ઘણી ઈજાઓ થઈ હતી. પોલીસે આ મામલે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. તો આ કેસમાં અન્ય બે આરોપીઓ હાલ ફરાર છે. હાલ આ ત્રણેય આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ અપહરણ, નુકસાન પહોંચાડવા અને BNSની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

 

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version