ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
મુંબઈ શહેરને પાણી પૂરું પાડનાર પંપીંગ સ્ટેશન પોતે પાણી પાણી થઇ ગયા. ભારે વરસાદને કારણે અતિ સંવેદનશીલ એવા આ પાણી કેન્દ્રમાં પાણી ઘુસી ગયું. પાણીની સાથે ભરપૂર કચરો અને માટી પણ પંપીંગ સ્ટેશન માં ધસી આવ્યા. પરિણામ સ્વરૂપ પંપીંગ સ્ટેશન ની ઇલેક્ટ્રિકસીટી બંધ કરવી પડી. જેને કારણે આખા મુંબઈ શહેરનો પાણી પુરવઠો ખોરવાઇ ગયો. જોકે સમયસર આ પાણીને બહાર કાઢવામાં આવ્યું અને ગંદકી પણ સાફ કરવામાં આવી છે.
તમામ તકલીફો વચ્ચે એક રાહતના સમાચાર. મુંબઈને પાણી આપનાર આ તળાવ છલકાઈ ગયું. જુઓ વિડિયો
જોકે પંપીંગ સ્ટેશન માં જ્યારે પાણી ભરાયું ત્યારે વિડીયો વાયરલ થયો..