Site icon

હેં! મુંબઈમાં પાણીકાપની શક્યતા મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં માત્ર 18 ટકા પાણીનો જથ્થો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

આગામી દિવસમાં કદાચ મુંબઈગરાને પાણીકાપનો સામનો કરવો પડે એવી શક્યતા છે. એનું કારણ મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોની ઘટતી સપાટી છે. હાલ તમામ જળાશયોમાં માત્ર બે લાખ 61 હજાર 978  મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક બચ્યો છે. એટલે કે હાલ જળાશયોમાં માત્ર 18 ટકા પાણી જ બચ્યું છે. જે ગયા વર્ષની સરખામણીમાં ઓછું છે. ગયા વર્ષ દરમિયાન આ સમયે જળાશયોમાં 21 ટકા પાણીનો સ્ટૉક હતો.

મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસીમાંથી પાણી આપવામાં આવે છે. પહેલી ઑક્ટોબરનાં તમામ જળાશયોમાં 14 લાખ 47 હજાર મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હોય તો જ મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણી પુરવઠો થઈ શકે છે.

મુંબઈને દરરોજ 3,800 મિલિયન લિટર જેટલું પાણી આપવામાં આવે છે. એ મુજબ હાલ જળાશયોમાં માત્ર બે મહિના ચાલે એટલું જ પાણી બચ્યું છે.

ગયા વર્ષે જોકે જળાશયોમાં સારો વરસાદ પડ્યો હતો. આ વર્ષે પણ હવામાન ખાતાએ સારા ચોમાસાની આગાહી કરી છે. છતાં જળાશયોના કૅચમેન્ટ એરિયામાં વરસાદ કેવો પડે છે, એના ઉપર આખું વર્ષ મુંબઈને કેટલું પાણી મળશે એ આધાર રાખે છે.

હાલ તમામ જળાશયોમાં બે લાખ 61 હજાર 978 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક છે. જે આગામી 68 દિવસ અટલે કે 27 જુલાઈ, 2021 સુધી ચાલે એટલું જ છે. ગયા વર્ષે આ સમય દરમિયાન જળાશયોમાં કુલ 21 ટકા પાણી હતું, તો 2019ની સાલમાં 13 ટકા જેટલું પાણી હતું. એથી એ વર્ષે મુંબઈમાં પાણીકાપ મુકાયો હતો.

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version