Site icon

Air India Cargo Gate: મોટી દુર્ઘટના ટળી.. એર ઇન્ડિયાના વિમાનનો કાર્ગો ગેટ આકાશમાં ખુલ્યો, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો..

Air India Cargo Gate: ૧૮ મિનિટ હવામાં રહ્યા બાદ ફ્લાઇટ AI-612 ને જયપુર એરપોર્ટ પર પરત ઉતારાઈ, તમામ યાત્રીઓ સુરક્ષિત.

Air India Cargo Gate Air India flight makes emergency landing 18 minutes after takeoff Cargo door flagged as open mid-air

Air India Cargo Gate Air India flight makes emergency landing 18 minutes after takeoff Cargo door flagged as open mid-air

News Continuous Bureau | Mumbai

 Air India Cargo Gate: રાજસ્થાનના (Rajasthan) જયપુર એરપોર્ટથી (Jaipur Airport) શુક્રવારે એક એર ઇન્ડિયા (Air India) ફ્લાઇટે ઉડાન ભરી હતી. ત્યારબાદ પાઇલટને (Pilot) પ્લેનનો કાર્ગો ગેટ (Cargo Gate) ખુલ્લો રહી ગયો હોવાની જાણકારી મળી, જેના બાદ યાત્રીઓમાં (Passengers) હાહાકાર મચી ગયો. પાઇલટે તરત જ તેની સૂચના એરપોર્ટ ઓથોરિટીને (Airport Authority) આપી. લગભગ ૧૮ મિનિટ હવામાં રહ્યા બાદ ફ્લાઇટની એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવી. ફ્લાઇટના એન્જિનમાં (Engine) પણ કેટલીક ટેકનિકલ ખામીની (Technical Glitch) વાત સામે આવી છે.

Join Our WhatsApp Community

 Air India Cargo Gate: જયપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ: કાર્ગો ગેટ ખુલ્લો રહી જતાં હાહાકાર!

મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયા ફ્લાઇટ AI-612 (Air India Flight AI-612) આજે બપોરે જયપુરથી મુંબઈ (Mumbai) માટે ઉડાન ભરી હતી. લગભગ ૧૮ મિનિટની ઉડાન બાદ ફ્લાઇટમાં ટેકનિકલ ખામીનો પત્તો ચાલ્યો. સાથે જ કાર્ગો ગેટ પણ ખુલ્લો હોવાની જાણકારી મળી છે. આને ઉડાન દરમિયાન ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

આના પછી પાઇલટે જયપુર એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને ઈમરજન્સી લેન્ડિંગ માટે મેસેજ મોકલ્યો. પરવાનગી મળ્યા બાદ બપોરે ૨:૧૬ વાગ્યે ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી.

આ સમાચાર પણ વાંચો : Railway Reels Ban : ભારતીય રેલવેનો સખત નિર્ણય: રેલવે સ્ટેશન કે ટ્રેક પર રીલ બનાવશો તો થશે આટલા હજાર રૂપિયાનો દંડ!

 Air India Cargo Gate: તમામ યાત્રીઓ સુરક્ષિત 

જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ બાદ તમામ યાત્રીઓને ઉતારવામાં આવ્યા છે. તમામ યાત્રીઓ સુરક્ષિત (All Passengers Safe) છે. એરપોર્ટની ટેકનિકલ ટીમ ફ્લાઇટની તપાસ કરી રહી છે. હજુ સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની ખામી અંગે કોઈ જાણકારી સામે આવી નથી. જ્યારે આ ઘટના અંગે હજુ સુધી એર ઇન્ડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન (Official Statement) જારી કરવામાં આવ્યું નથી.

 

 

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version