Site icon

સાવધાન-મુંબઈગરા પોતાના શ્વાસમાં ઝેર લઈ રહ્યા છે-મુંબઈની હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું

Mumbai: Unseasonal rains improve citys air quality to satisfactory levels

હાશ.. મુંબઈમાં હવાની ગુણવત્તા સુધરી, આ કારણે શહેરમાં ઘટ્યું વાયુ પ્રદૂષણ..

News Continuous Bureau | Mumbai 

દેશની આર્થિક રાજધાની(financial capital) મુંબઈની(Mumbai) હવા ઝેરી બની રહી છે. મુંબઈની આબોહવા(Mumbai climate) દિવસેને દિવસે બગડી રહી છે. વધતા પ્રદૂષણને(Pollution) કારણે લોકોના આરોગ્ય(people's health) સામે જોખમ ઊભું થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન(WHO)ના રિપોર્ટ મુજબ પ્રદૂષણને મામલે વૈશ્વિક સ્તરના(Global level) શહેરોની યાદીમાં મુંબઈ પાંચમા સ્થાને આવે છે.

પ્રદૂષણ માપનારી સંસ્થા(Pollution measuring institute) “સફર”ના કહેવા મુજબ મુંબઈ શહેર દુનિયામાં એર પોલ્યુશના(Air pollution) કારણથી થનારા મૃત્યુમાં પાંચમા નંબરે આવે છે. મુંબઈમાં દિવસેને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. ગ્રીનપીસ દક્ષિણ-પૂર્વ એશિયા(Greenpeace South-East Asia) દ્વારા આઈક્યૂએટલ ડેટા મુજબ મુંબઈમાં એર પોલ્યુશનને કારણે 25,000 લોકોના મૃત્યુ  થયા છે. મહારાષ્ટ્રમાં પણ વાયુ પ્રદૂષણ જોખમી સ્તર વટાવી ગયું છે. તેને કારણે મહારાષ્ટ્રમાં કરોડો લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના મલાડના માર્વે નગરના રહેવાસીઓ આ સમસ્યાથી થઈ ગયા પરેશાન

મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની(Maharashtra Pollution Control Board) તરફથી મુંબઈ અને ઉપનગરમાં 11 જગ્યાએ હવામાં પ્રદૂષણનું સ્તર(Pollution level) માપવામાં આવે છે, જેમાં હવાની ગુણવત્તા (એર ક્વોલિટી ઇન્ડેક્સ)(Air Quality Index)નું સ્તર સંતોષજનક રહ્યું છે. જોકે મુંબઈમાં અમુક જગ્યાએ પ્રદૂષણનું સ્તર વધારે છે.
 

Exit mobile version