News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પાર્થિવ દેહને પંચતત્ત્વમાં વિલીન કરવાની પ્રક્રિયા અત્યારે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં ચાલી રહી છે. 28 જાન્યુઆરીએ વિમાન અકસ્માતમાં થયેલા તેમના આકસ્મિક નિધનથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. આજે સવારથી જ બારામતીના રસ્તાઓ પર હજારો સમર્થકોની ભીડ ઉમટી પડી છે, જેઓ તેમના લોકપ્રિય નેતાના અંતિમ દર્શન કરવા આતુર છે.લેટેસ્ટ અપડેટ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે શ્મશાન ઘાટ પર પહોંચી ચૂક્યા છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પંકજા મુંડે અને રાજ ઠાકરે પણ હાજર છે. શરદ પવારપોતે અજીત પવારના પાર્થિવ દેહ પાસે ભાવુક અવસ્થામાં જોવા મળ્યા હતા.
#WATCH | Union Home Minister Amit Shah and BJP National President Nitin Nabin arrive in Baramati to attend the last rites of Maharashtra Deputy CM Ajit Pawar pic.twitter.com/XaQ1ZvldBp
— ANI (@ANI) January 29, 2026
અંતિમ સંસ્કારની મહત્વની વિગતો (11:00 AM સુધી)
સ્થળ: વિદ્યા પ્રતિષ્ઠાન મેદાન, બારામતી. અહીં જ અજીત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
બ્લેક બોક્સ મળ્યું: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ (Black Box) મળી આવ્યું છે, જેનાથી અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.
અન્ય મૃતકો: પ્લેનમાં સવાર પાયલટ સુમિત કપૂરનો પાર્થિવ દેહ દિલ્હી મોકલવામાં આવશે, જ્યાં પંજાબી બાગમાં તેમના અંતિમ સંસ્કાર થશે.
સુરક્ષા વ્યવસ્થા: હજારો સમર્થકો ઉમટી પડ્યા હોવાથી પોલીસ અને સુરક્ષા દળો દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Republic Day 2026 Winners: જાણો કોની ઝાંખી રહી સૌથી શ્રેષ્ઠ? ગણતંત્ર દિવસ પરેડના પરિણામો જાહેર: મહારાષ્ટ્ર, ગુજરાત અને નૌસેનાએ મારી બાજી
#WATCH | Baramati | Mortal remains of Maharashtra Deputy CM Ajit Pawar, wrapped in Tricolour, brought to Vidya Pratishthan ground for the last rites pic.twitter.com/eI7t8vyKlW
— ANI (@ANI) January 29, 2026
પવાર પરિવારમાં શોકનું મોજું
અજીત પવારની અંતિમ યાત્રા દરમિયાન પરિવારના સભ્યો, ખાસ કરીને તેમના પત્ની સુનેત્રા પવાર અને પુત્રો પાર્થ તથા જય પવાર અત્યંત શોકમગ્ન જોવા મળ્યા હતા. શરદ પવારે હોસ્પિટલમાંથી ચેકઅપ કરાવી સીધા જ બારામતી પહોંચીને પોતાના ભત્રીજાને શ્રદ્ધાંજલિ આપી હતી. સમગ્ર મહારાષ્ટ્ર સરકાર અત્યારે બારામતીમાં હાજર છે.
તપાસની ગતિ તેજ
AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો) ની ટીમ અકસ્માતની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ તપાસ પારદર્શક અને ફાસ્ટ ટ્રેક રીતે કરવામાં આવશે. પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુનો રિપોર્ટ (ADR) પણ દાખલ કરવામાં આવ્યો છે. બારામતી એરપોર્ટ પર અત્યારે તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દેવામાં આવી છે.
