Site icon

યુવકને રેલવે ટ્રેક ક્રોસ કરવો પડયો ભારે, માત્ર 2 સેકન્ડ દૂર હતું મોત; પોલીસકર્મીએ આવી રીતે બચાવ્યો જીવ જુઓ વિડીયો.. 

News Continuous Bureau | Mumbai

 ખોટી રીતે રેલવે ટ્રેક ક્રોસ(Railway track cross) કરવાને કારણે લોકો અવારનવાર પોતાનો જીવ ગુમાવતા રહે છે, તેમ છતાં આવા કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે હવે આવી જ એક ઘટના બની છે જેણે થોડીવાર સૌ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે, તે મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે રેલવે સ્ટેશન(Thane railway station) પર બની છે. 

Join Our WhatsApp Community

 

અહીં એક યુવકે લોકલ ટ્રેન(local train)ને આવતી જોઈ તેમ છતાં રેલવે ટ્રેક(Railway track) ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે અને પોતાનો જીવ ખતરામાં મૂકી દે છે . આ ચમત્કાર જ ગણો કે તેની આ હરકતને એક સરકારી રેલવે પોલીસ (GRP)ના કોન્સ્ટેબલે જોઈ અને તેને ભારે ચપળતાથી તેને ટ્રેક પરથી ખેંચી લીધો. આ રીતે યુવકનો જીવ બચી ગયો. જો એક સેકન્ડ પણ મોડું થયું હોત તો યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં યુવકને સામાન્ય ઈજા થઈ છે. જોકે ખોટી રીતે ટ્રેક ક્રોસ કરવાને કારણે યુવકને દંડ ફટકારવામાં આવ્યો છે અને તેનો જીવ બચાવનાર કોન્સ્ટેબલને સન્માનિત કરવામાં આવશે તેવી અટકળો થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો: કેરળમાં ‘ટોમેટો ફ્લૂ’એ મચાવ્યો આતંક, અત્યાર સુધી આટલા બાળકો આવ્યા તેની ચપેટમાં. તંત્ર થયું દોડતું.. તાબડતોબ લીધા આ પગલાં  

ઉલ્લેખનીય છે કે આ ઘટના થાણેના પ્લેટફોર્મ નંબર 3 પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ગુરુવારે સવારે 7 વાગ્યાને 47 મિનિટ પર પ્લેટફોર્મ 4 પર પિલર નંબર 16 પાસે ઘટી હતી. હવે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, અને લોકો કોન્સ્ટેબલની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

lalbagh cha raja: લાલબાગ ચા રાજા વિવાદમાં પોલીસ આક્રમક, આ વ્યક્તિ પર કેસ થયો દાખલ
Mumbai Traffic: મુંબઈકરોને ટ્રાફિક જામથી મળશે રાહત, દહિસર ટોલનાકા ને લઈને લેવાયો આ નિર્યણ
Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Exit mobile version